રોહિત સહિત 4 ક્રિકેટર્સ મેલબોર્નની રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા, ત્યાં હાજર ફેને 7 હજારનું બિલ ચૂકવ્યું, ઋષભ પંત તેને ભેટ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 12:26:19
  • Views : 388
  • Modified Date : 2021-01-02 12:26:19

  •     ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો-સિક્યુરિટી ગાઈડલાઇન્સ અનુસાર પ્લેયર્સ રેસ્ટોરન્ટમાં આઉટડોર એરિયામાં બેસીને જમી શકે છેજોકે, ફેન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ છે કે તેઓ રેસ્ટોરન્ટની અંદર બેસીને જમી રહ્યા છે, તે ઉપરાંત પંત ફેનને ભેટ્યો!ઓસ્ટ્રેલિયન બોર્ડ જલ્દી જ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી શકે છે, તાજેતરમાં બિગ બેશ લીગમાં ફેન સાથે સેલ્ફી લેવા બદલ ક્રિસ લિનને 10 હજાર ડોલરનો દંડ થયો હતો
  •     ભારતમાં ક્રિકેટ માટેનું ગાંડપણ કેવું છે, તે બધા જાણે છે. ક્રિકેટ ફેન્સ પોતાના ફેવરિટ પ્લેયરને મળવા માટે કંઈપણ કરવા તૈયાર હોય છે. જોકે, દેશ કરતા વિદેશમાં ફેન્સ પાસે ક્રિકેટર્સને મળવાની તક વધુ હોય છે. શુક્રવારે એક ફેનને મેલબોર્નના એક રેસ્ટોરન્ટમાં આવી તક મળી. તેણે પોતાના ફેવરિટ પ્લેયર્સને જોવા માટે ખાવાનો ઓર્ડર કર્યો અને પછી તેમનું બિલ પણ પોતે ભર્યું. જોકે, આ સમગ્ર ઘટનામાં ભારતના ચાર ક્રિકેટર્સે બાયો-બબલ સિક્યુરિટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત સામે આવી રહી છે.

    •     નવલદીપ સિંહ નામના ફેને ક્રિકેટર્સને જણાવ્યા વગર તેમનું 118.69 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 7 હજાર રૂપિયા)નું બિલ ચૂકવ્યું હતું.તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈનીના ફોટોઝ અને વીડિયો શેર કર્યા.નવલદીપે કહ્યું કે, હું આટલા મોટા મોટા ક્રિકેટર્સને જોઈને હેરાન થઈ ગયો. મને ભૂખ નહોતી છતાં ઓર્ડર કર્યો જેથી તેમને જોઈ શકું.તેણે વધુ એક ફોટો શેર કરીને લખ્યું કે, ભારતીય ખેલાડીઓને આ બાબતે ખબર નથી, પરંતુ મેં તેમનું બિલ ચૂકવી દીધું છે. પોતાના સુપરસ્ટાર્સ માટે આટલું તો કરી જ શકું છું.નવલદીપ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેમને ખબર પડી કે બિલ મેં પે કર્યું છે તો રોહિત શર્મા મારી પાસે આવ્યો અને કહ્યું કે પૈસા લઈ લો આવું સારું ન લાગે યાર. મેં કીધું ના સર. હું જ પે કરીશ.તે પછી પંત મને ભેટ્યો અને કહ્યું ફોટો ત્યારે જ મળશે જ્યારે પૈસા પાછા લેશો. મેં કહ્યું કે, એવું નહિ થાય.નવલદીપે કહ્યું કે તે પછી બધા સાથે ફોટો પાડ્યો. અંતમાં પંતે જતી વખતે મારી પત્નીને કહ્યું- થેન્ક્સ ફોર ધ લંચ ભાભીજી.
      •     ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો-સિક્યુરિટી ગાઈડલાઇન્સ અનુસાર પ્લેયર્સ રેસ્ટોરન્ટમાં આઉટડોર એરિયામાં બેસીને જમી શકે છે.જોકે, ફેન નવલદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ છે કે તેઓ રેસ્ટોરન્ટની અંદર બેસીને જમી રહ્યા છે. તેમજ તેથી વધુ ગંભીર મુદ્દો એ છે કે પંત ફેનને ભેટ્યો.ઓસ્ટ્રેલિયન બોર્ડ અત્યારે આ મેટરની તપાસ કરી રહ્યું છે.બિગ બેશ લીગમાં બ્રિસ્બેન હિટ માટે રમતા ક્રિસ લિન અને ડેન લોરેન્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 10 હજાર ડોલરનો દંડ ફટકાર્યો હતો.તેમણે કેનબરામાં એક ફેન સાથે સેલ્ફી લીધી હતી અને તે પછી બંને ટેક્સીમાં પણ ફર્યા હતા. તેથી તેમને આ સજા થઈ હતી.તેમણે કોઇ મેચ મિસ નહોતી કરી પરંતુ ફરીથી કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો.આ સમગ્ર ઘટનામાં બંને બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે ભારતીય ખેલાડીઓને દંડ કે સસ્પેન્શન આપવામાં આવું જોઈએ કે નહીં.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ અંગે જલ્દી જ પોતાની પ્રતિક્રિયા આપી શકે છે

Download Our B K News Today App



Related News