4 કેપ્ટન અને 29 ખેલાડી બદલાયા... તમામ પ્રયોગો નિષ્ફળ રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-11 17:53:51
  • Views : 750
  • Modified Date : 2022-11-11 17:53:51

 

સેમી-ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર પછી ભારત T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ચૂકી છે. 169 રનના ટાર્ગેટનો પીછો  કરતાં ઈંગ્લેન્ડે વગર વિકેટે 170 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા ફરી એક વખત મોટી ટૂર્નામેન્ટમાં ચોક થઈ ચૂકી છે. ટ્રોફી જીત્યા વગર ભારત પરત ફરવું પડશે.

ICCની આ મોટી ટૂર્નામેન્ટમાં હારનું કારણ  શું છે? 2021 T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલી હારથી લઈને વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે પણ 10 વિકેટની હાર સુધી, ટીમ ઈન્ડિયાએ ઘણા પ્રયોગો કર્યા છે અને અગાઉની ટ્રોફી

 

જીત્યા પછી કઈ-કઈ ટૂર્નામેન્ટમાં ટીમ ચોક થઈ ચૂકી છે.

પહેલાંના વર્લ્ડ કપમાં ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો
વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. ચોંકાવનારી વાત છે કે 6 મેચમાં એકપણ વખત આ જોડી 50 રનની પાર્ટનરશિપ બનાવી શકી નથી. ગત વર્લ્ડ કપ બાદ ભારતે ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને દીપક હુડા સાથે ઓપનિંગ કર્યું હતું. અંતે રોહિત અને રાહુલ પર ભરોસો કર્યો. અંતે, તેઓ પણ કંઈ કરી શક્યા નહિ.

 

ટીમ ઈન્ડિયામાં એક જ વર્ષની અંદર T20માં 4 અને તમામ ફોર્મેટમાં 8 ખેલાડીએ કેપ્ટનશિપ કરી છે. T20માં રોહિત શર્મા સિવાય રિષભ પંત, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપ કરી છે. ફ્યુચર કેપ્ટન ડેવલપ કરવાના હિસાબે મેનેજમેન્ટનો નિર્ણય યોગ્ય હતો, પરંતુ, આ નિર્ણયને કારણે પંત, રાહુલ, પંડ્યા, રોહિત અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત 5 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વર્લ્ડ કપ ટીમમાં રમી રહ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ છેલ્લો T20 વર્લ્ડ 2007, છેલ્લો વન-ડે વર્લ્ડ કપ 2011 અને છેલ્લી ચેમ્પિયન ટ્રોફી 2013માં જીતી હતી. 2013 પછી ભારતે ICCની 8 મેગા ટૂર્નામેન્ટમાં 10 નોક આઉટ મેચ રમી, જેમાંથી 7 હાર્યા અને 3 જીત્યા. આમાં પણ ટીમે બાંગ્લાદેશને બે વખત હરાવ્યું હતું.

 

એક વખત 2014 T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, પરંતુ ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયું હતું. આ પહેલાં ભારતે 2015ની ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, પરંતુ સેમી-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઈનલમાં પણ બાંગ્લાદેશને હરાવ્યું હતું, પરંતુ ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.

 

Download Our B K News Today App



Related News