21 વર્ષીય નિકલસ ડેકાથલૉનનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો, 8691 પોઈન્ટ મેળવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 13:14:04
  • Views : 441
  • Modified Date : 2019-10-05 13:14:04

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. ચેમ્પિયનશિપમાં માત્ર 4 દિવસ બાકી છે અને મહિલાઓની મલ્ટી-ઈવેન્ટ કોમ્પિટિશન ડેકાથલૉન અને હેપ્ટાથલૉન પૂર્ણ થઈ ચૂકી છે. ડેકાથલૉનમાં જર્મનીનો નિકલસ કૉલ અને હેપ્ટાથલૉનમાં બ્રિટનની કેટરીના જ્હોનસન થૉમ્પસન ચેમ્યિયન બની. 21 વર્ષીય નિકલસ ડેકાથલૉનનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો. તે અંડર-18 અને અંડર-20માં પણ વર્લ્ડ ચેમ્પિયન છે. હવે સીનિયરમાં પણ તેણે આ સિદ્ધિ મેળવી. નિકલસે જેવલિન થ્રો 79.05 મીટર થ્રો કર્યો હતો. આ ચેમ્પિયનશિપ ઈતિહાસમાં કોઈ ડેકાથ્લિટમાં સૌથી લાંબો થ્રો હતો. એસ્ટોનિયાના માઈસેલ વિબોએ 8604 પોઈન્ટ સાથે સિલ્વર અને કેનેડાના વોર્નરે 8529 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો.કેટરીના જ્હોનસનનો મેજર ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ બ્રિટનની કેટરીના જ્હોનસન થૉમ્પસનને હેપ્ટાથલૉનમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ કેટરીનાનો મેજર ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ છે. 400 મીટર મહિલા કેટેગરી ગોલ્ડ બહરીનની સેલ્વા એડ નાસેરે જીત્યો. તે આ ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન જીતનાર એશિયાની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.ડેકાથલૉન 10, હેપ્ટાથલૉન 7 ઈવેન્ટની કમ્બાઈન્ડ ઈવેન્ટ ડેકાથલૉન 10 ઈવેન્ટની કમ્બાઈન્ડ ઈવેન્ટ છે. પુરુષ કેટેગરીમાં આ ઈવેન્ટમાં 100 મી., લોન્ગ જમ્પ, શૉટ પુટ, હાઈ જમ્પ, 400 મી., 110 મી. હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1500 મી. રેસ હોય છે. તમામ ઈવેન્ટના પોઈન્ટ જોડવામાં આવે છે. મહિલા કેટેગરીમાં હેપ્ટાથલૉનમાં 7 ઈવેન્ટ હોય છે.

Download Our B K News Today App



Related News