ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહિ જાય : 2023નો એશિયા કપ પાક.ની બદલે અન્ય ન્યૂટ્રલ દેશમાં યોજાશે

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-18 19:07:36
  • Views : 229
  • Modified Date : 2022-10-18 19:07:36

    ભારતીય ટીમ વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેશે એવી અફવા પર આખરે ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ના પ્રમુખ અને BCCIના સેક્રેટરી જય શાહે પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા નહિ જાય. ન્યૂટ્રલ વેન્યુ પર જ તેઓ પાકિસ્તાન સામે રમશે.થોડા દિવસો પહેલાં એવા સમાચાર આવતા હતા કે ભારતીય ટીમ વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. ત્યારે આ અંગે આજે BCCIની યોજાયેલી AGMમાં જય શાહે આ અંગે જણાવ્યું હતું કે ટીમ પાકિસ્તાન રમવા જશે નહિ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપને સ્થળ બદલીને કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર યોજાવવાનો વિચાર છે. બન્ને દેશ વચ્ચે રાજકીય ટેન્શનને કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું ભારતીય ટીમ છેલ્લે 14 વર્ષે પહેલાં પાકિસ્તાનમાં રમવા ગઈ હતી. ટીમ છેલ્લે 2008માં પાકિસ્તાનમાં રમી હતી. ત્યાર પછી બન્ને ટીમ ICC અને ACC ઇવેન્ટ્સમાં જ એકબીજા સામે રમે છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી બાઈલેટરલ સિરીઝ 2012-13માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાન ભારત રમવા આવ્યું હતું. છેલ્લી મેચની વાત કરીએ તો બન્ને ટીમ છેલ્લે 4 સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપમાં આમને-સામને ટકરાઈ હતી.આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે, એટલે હવેનો એશિયા કપ પણ વન-ડેના ફોર્મેટમાં જ રમાડાશે. જોકે આ ટૂર્નામેન્ટની તારીખ હજુ સુધી નક્કી નથી થઈ. ટૂર્નામેન્ટ કદાચ જૂન અથવા તો સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે.'આતંકવાદ-ક્રિકેટ એકસાથે નહિ'ના સ્ટેન્ડ પર સરકાર અડગ છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટના સંબંધો ઘણા લાંબા સમયથી બંધ છે, કારણ કે ભારત સરકાર 'આતંકવાદ-ક્રિકેટ એકસાથે નહિ'ના સ્ટેન્ડ પર અડગ છે.લગભગ એક દાયકા પછી પાકિસ્તાનમાં ક્રિકેટ પરત ફર્યું છે પાકિસ્તાનમાં લગભગ એક દાયકા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત ફર્યું છે. ત્યારે પાકિસ્તાનને આ મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે, પરંતુ BCCI તરફથી એશિયા કપને તટસ્થ સ્થળ પર આયોજિત કરવાના નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે આ મામલે પાકિસ્તાનનું વલણ શું હશે.

 

Download Our B K News Today App



Related News