200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ કપ,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-22 10:14:07
  • Views : 509
  • Modified Date : 2019-05-22 10:14:07

વિશ્વભરના પ્રશંસકો સુધી વર્લ્ડ કપ ક્રિકેટ પહોંચાડવા માટે આઈસીસીએ મંગળવારે પ્રસારણ અને ડિજિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી જે અંતર્ગત પ્રથમ વખત અફઘાનિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે.આ યોજના અંતર્ગત આઈસીસી પ્રસંશકો સુધી ક્રિકેટને પહોંચાડવા માટે ટેલીવિઝન, રેડિયો અને ડિજિટલ માધ્યમો ઉપરાંત સમાચાર, સિનેમા, ફેન પાર્ક અને જુદા જુદા અન્ય મીડિયા ભાગીદારોની જાહેરાત કરી છે.ભારતમાં આ ટૂર્નામેન્ટ સાત ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જેના માટે સ્ટાર સ્પોર્ટ્સની દુનિયાના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરની ટીમ બનાવવામાં આવી છે.સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગલા અને મરાઠીમાં વર્લ્ડ કપનું પ્રસારણ કરશે. તેમાંથી 12 મેચને એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે.આ પ્રથમ વખત હશે જ્યારે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ વર્લ્ડ કપનું પ્રસારણ થશે. દેશની સરકારી પ્રસારક રેડિયો ટેલીવિજન અફઘાનિસ્તાન તેનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શક સ્ટાર સ્પોર્ટ્સના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વર્લ્ડ કપના મેચ જોઈ શકશે.

Download Our B K News Today App



Related News