2 વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઇન્ડીઝ વર્લ્ડ કપની બહાર : આયર્લેન્ડે 9 વિકેટે પરાજય આપ્યો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 14:48:09
  • Views : 242
  • Modified Date : 2022-10-21 14:48:09

આજે T20 વર્લ્ડ કપનો ત્રીજો મેજર અપસેટ જોવા મળ્યો છે. 2 વખતની T20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડીઝ આ વખતના વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. તેને ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ-2માં આયર્લેન્ડ સામે 9 વિકેટે હાર મળી છે. આયર્લેન્ડ તરફથી પૉલ સ્ટર્લિંગે 48 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તો લોર્કન ટકરે 35 બોલમાં 45 રન કર્યા હતા.

આવું પહેલીવાર થયું છે કે કોઈ વર્લ્ડ ચેમ્પિયન ટીમ મુખ્ય રાઉન્ડમાં પહોંચી નથી. કેરિબિયન ટીમે અગાઉ 2012 અને 2016નો T20 વર્લ્ડ કપ જીત્યો છે.

આયર્લેન્ડના સ્પિનરોઓએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે વેસ્ટઈન્ડીઝની એક પછી એક વિકેટ લીધી હતી અને કેરિબિયન ટીમને 146 રનના સ્કોર સુધી સીમિત રાખી હતી. વેસ્ટઈન્ડીઝ ટીમના 5માંથી 4 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. બોલર્સના પાવરફુલ પર્ફોર્મન્સ પછી તેમની ટીમની ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. ટીમે 11 ઓવરમાં જ 100 રનના આંકડાને પાર કરી દીધો હતો. કેપ્ટન બાલબર્નીએ 37 રન કર્યા હતા. તેના અને પૉલ સ્ટર્લિંગ વચ્ચે 73 રનની મહત્ત્વની પાર્ટનરશિપ બની હતી.

વેસ્ટઈન્ડીઝનો ટૉપ ઑર્ડર ફેલ થયો હતો. મિડલ ઑર્ડરમાં એકલા બ્રેન્ડન કિંગે 48 બોલમાં 62 રન કર્યા હતા. તેના સિવાય કોઈ કેરિબિયન બેટર ચાલ્યો નહોતો.

Download Our B K News Today App



Related News