પાકિસ્તાન વિરૂદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 17:47:34
  • Views : 480
  • Modified Date : 2023-01-02 17:47:34

કરાચીના નેશનલ સ્ટેડિયમની પિચ પર બોલરોએ લાખો વખત પરસેવો પાડયો હોવા છતાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ શુક્રવારે જીતનો નિર્ણય લીધા વિના જ પૂરી થઈ ગઈ હતી.
મેચના પાંચમા અને આખરી દિવસે પાકિસ્તાનના ઓપનર ઇમામુલ હક (96) પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જોકે કારકિર્દીની ચોથી ટેસ્ટ સદીથી માત્ર ચાર ડગલાં દૂર રહીને તેઓ ઈશ સોઢીનો શિકાર બન્યા હતા. આ ઉપરાંત સરફરાઝ અહમદ (53) અને સઉદ શકીલે 55 રનનું યોગદાન આપતાં પાકિસ્તાનને સલામત સ્કોર સુધી પહોંચાડયું હતુ.
પાકિસ્તાને તેની પ્રથમ ઈનિંગમાં 438 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ન્યુઝીલેન્ડે નવ વિકેટે 611 રન ફટકારીને ઈનિંગના અંતની જાહેરાત કરી હતી. બાદમાં પાકિસ્તાને તેની બીજી ઈનિંગ આઠ વિકેટે 311ના સ્કોર પર ડિકલેર કરી હતી. રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે તેની બીજી ઈનિંગમાં એક વિકેટે 61 રન બનાવી લીધા હતા.

Download Our B K News Today App



Related News