15 ટેસ્ટ રમનાર સુનીલ જોશી ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 10:27:36
  • Views : 693
  • Modified Date : 2020-03-05 10:27:36

ભારતીય ટીમના ડાબેરી સ્પિનર સુનીલ જોશીને ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. જેમને  BCCIની નવી ક્રિકેટ સલાહકાર સમિતિ CACએ તેમના નામની જાહેરાત કરી હતી. તેમના સિવાય આ પદ માટે હરવિંદરસિંહને પણ સીનિયર સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.આ બન્નેનો કાર્યકાળ એક વર્ષનો હશે.આ વર્ષે જાન્યુઆરીમાં ચીફ સિલેક્ટર MSK પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારબાદ આ બન્ને પદ માટે મદનલાલ, સુલક્ષણા નાઇક અને આરપીસિંહવાળી CACએ પાંચ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જેમનો બુધવારે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તેમાં લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, રાજેશ ચૌહાણ અને વેંકેટેશ પ્રસાદ સામેલ છે.આમ અંતે ડાબેરી સ્પિનર સુનીલ જોશીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેમના નામે 41 અને વન ડેમાં 69 વિકેટ છે. જોશી હૈદરાબાદ અને જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે. 2015માં તેઓ ઓમાનના કોચ તરીકે નિયૂક્ત થયા હતા. જોશી બાંગ્લાદેશ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ માટે સ્પિન બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News