એક ફ્રેન્ચાઈઝના 13 મેમ્બર્સને મળશે એન્ટ્રી, ઓક્શન પહેલાં 2 RT-PCR ટેસ્ટ કરાવવા પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 13:46:15
  • Views : 363
  • Modified Date : 2021-01-28 13:46:15

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટેનું મિની ઓક્શન 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં થશે. સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિક્બ્ઝના જણાવ્યા અનુસાર બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના CEO હેમાંગ અમિને હરાજીને લગતા નિયમો અંગે 8 ફ્રેન્ચાઇઝને મેઇલ કર્યો છે. હરાજીમાં દરેક ફ્રેન્ચાઇઝમાંથી ફક્ત 13 સભ્યો ભાગ લઈ શકશે. ઉપરાંત, બધા સભ્યોએ 2 RT-PCR ટેસ્ટ કરાવવા પડશે. બંને ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવો જરૂરી છે.બુધવારે મોકલેલા મેઇલ મુજબ, ફ્રેન્ચાઇઝ માલિકોને ચેન્નાઈમાં ક્વોરન્ટીનમાં રહેવાની જરૂર રહેશે નહીં. તેઓએ બે વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે. પ્રથમ ટેસ્ટ હરાજીના 72 કલાક પહેલા અને બીજો ટેસ્ટ ચેન્નઈની ગ્રાન્ડ ચોલા હોટલમાં પહોંચ્યા બાદ લેવામાં આવશે. બંને ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારબાદ જ સભ્યોને સ્થળે પ્રવેશ આપવામાં આવશે.

    હેમાંગ અમીને કહ્યું કે ટ્રેડિંગ વિંડો બંધ કરવાની તારીખ પણ લંબાવી દેવામાં આવી છે. હવે તે 11 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે બંધ થશે. તે 18 ફેબ્રુઆરીએ હરાજી બાદ ફરીથી ખૂલશે. હરાજી માટે ખેલાડીઓની નોંધણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. ખેલાડીઓ 14મી સીઝન માટે 11 ફેબ્રુઆરી સુધીમાં નોંધણી કરાવી શકે છે.આ સિવાય અમીને ફ્રેન્ચાઇઝને હરાજીમાં આવતા લોકોનું નામ પણ જણાવવાનું કહ્યું છે. હરાજીમાં એક ફ્રેન્ચાઇઝના 13 સભ્યો હાજર રહી શકશે. તેમાંથી 8 હરાજીના ટેબલ પર અને 5 સભ્યોની ગેલેરીમાં બેસશે. તમામ ફ્રેન્ચાઇઝે 5 ફેબ્રુઆરી સુધીમાં આઇપીએલના અધિકારીને હરાજીમાં ભાગ લેનારા સભ્યો વિશે માહિતી આપવાની રહેશે.

    અમીન દ્વારા ફ્રેન્ચાઇઝને કરવામાં આવેલા મેઈલમાં 14મી સીઝનના ટાઇટલ સ્પોન્સર વિશે કોઈ માહિતી નથી. આનો અર્થ એ કે વિશ્વની સૌથી મોટી ટી 20 લીગ હજી પણ ટાઇટલ સ્પોન્સર શોધી રહી છે.જૂન 2020માં, ભારત-ચીન વિવાદ પછી, લીગના ઓફિશિયલ સ્પોન્સર વિવોએ 1 વર્ષ સુધી આ સોદો અટકાવવા માંગ કરી હતી.વિવોની ગેરહાજરીમાં, ડ્રીમ -11 IPLની 13મી સીઝનમાં સ્પોન્સર બન્યું હતું. ડ્રીમ -11 સાથે કરાર ડિસેમ્બર 2020 માં સમાપ્ત થયો.જો કે, હવે BCCI ફરી એકવાર વિવોની વાપસી માટે તૈયાર છે.ઓક્શન પહેલાં 2 વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે.હરાજીમાં ફ્રેન્ચાઇઝીના 13 સભ્યો હાજર રહી શકશે.13માંથી 8 ઓક્શનના ટેબલ પર અને 5 સભ્યો ગેલેરીમાં બેસશે.



Download Our B K News Today App



Related News