બેન્ગલૂરુને હવે પ્લે-ઑફ માટે કોઈ ચાન્સ છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-25 11:28:55
  • Views : 126
  • Modified Date : 2024-04-25 11:28:55

રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) એવી લોકપ્રિય ટીમ છે જે આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં એક પણ ટ્રોફી નથી જીતી છતાં એના પ્રત્યેની લોકચાહના હંમેશાં વિશાળ રહી છે. એવરગ્રીન બૅટર વિરાટ કોહલીને કારણે જ આરસીબી હરહંમેશ ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસે છે એમ કહેવું જરાય ખોટું નથી, પરંતુ દિનેશ કાર્તિક જેવા બીજા સ્ટાર્સને લીધે પણ આ ટીમ લોકોના દિલોદિમાગ પર કાયમ રાજ કરતી આવી છે.

બેન્ગલૂરુમાં તો આરસીબીના ફ્રેન્ચાઇઝીએ લેક (સરોવર) અને ડેમને લગતા કાર્યોમાં સ્થાનિક સત્તાવાળાઓને સાથ આપીને એ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં સહયોગ આપીને તેમ જ પર્યાવરણના શુદ્ધિકરણને લગતા ‘ગો ગ્રીન’ જેવા અભિયાનો ચલાવીને નોખી છાપ ઊભી કરી છે.

અહીં મુદ્દો એ છે કે આટલી બધી પોપ્યુલર ટીમ આ વખતે પણ ટ્રોફીની સંભાવનાથી ખૂબ દૂર થઈ ગઈ છે. આઈપીએલ ટાઈટલ પહેલી વાર જીતવાની રેસમાંથી લગભગ આઉટ થઈ ગઈ છે એમ જ સમજો.

આઠમાંથી સાત મૅચ હારી ચૂકેલી આરસીબીને હવે પ્લે-ઑફ માટે કેટલો ચાન્સ છે એ વિશે ખૂબ ચર્ચા છે અને ઘણાને ઉત્સુકતા પણ છે.

રવિવારે ઈડન ગાર્ડન્સમાં આરસીબીને કમબૅક કરવાનો સારો મોકો હતો, પણ કોલકાતા સામે આ ટીમ 223 રનનો ટાર્ગેટ મેળવવા જતા ફક્ત એક રનથી હારી ગઈ હતી. આ પરાજયે ફાફ ડુ પ્લેસીની ટીમની પ્લે-ઑફની શક્યતા પર પૂર્ણ વિરામ ઓલમોસ્ટ મૂકી દીધું.

Download Our B K News Today App



Related News