બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
છનિયાણા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતા મજાતપુર આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
ગામમાં આવવા જવા માટેનો રોડ તેમજ ગટરનો અભાવ
યુનિવર્સિટીમાં એક વર્ષ પછી આવેલ ડીગ્રી સર્ટીફીકેટ પેક કરવા કવરો જ નથી
કવર વિના ડિગ્રી સર્ટી વિતરણની કામગીરી અટવાઈ પડી હોવાનું જાણવા મળ્યું છે
પાલનપુરના ઉપપ્રમુખ સ્વ. વિજય જોશીને શ્રદ્ધાંજલિ અપાઈ
ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા ૨ મિનિટનું મૌન પાળી અશ્રુભરી શ્રદ્ધાંજલિ અપાઈ
સુઈગામના લીંબુણી ગામે પાણીનો કકળાટ
ભર ઉનાળે પીવાના પાણીની અછતબિનઅધિકૃત કનેકશનો કાપવાની ગ્રામજનોની માંગ
ધાનેરાના જાડી આરોગ્ય કેન્દ્રની બહાર દવાનો જથ્થો સળગાવતા ગ્રામજનોમાં રોષ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામના પેટા આરોગ્ય કેન્દ્રની બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના જડીયા પી.એસ.સી.માં આવતા જાડી પેટા કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે યુવક અને યુવતિ નોકરી કરે છે.
દિયોદરમાં બી.કે.ન્યૂઝ અહેવાલના પગલે બાલક્રીડાગણનું કામ બંધ
મામલતદાર દિયોદરનો મનાઈ હુકમનો અનાદર કરીને છડે ચોક આચારસંહિતાનો ભંગ કરી બાંધકામ શરૂ કરતા કોન્ટ્રાકટર
થરાદ-વાવ પંથકમાં આગના બે બનાવો
બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગતા અફરા તફરી
પાલનપુરમાં રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ શરૂ કરાયું
મહિલા મંડળ થી બ્રિજેશ્વર કોલોની વચ્ચે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો અંત આવશે
વાઇબ્રન્ટ વિદ્યાસંકુલ, થરાદમાં વાલી મીટિંગ અને શિક્ષણ માર્ગદર્શન સેમિનાર યોજાયો
થરાદ-ધાનેરા હાઈ-વે પર સ્થિર વાઇબ્રન્ટ વિદ્યાસંકુલમાં ગતરોજ વાલી મીટિંગ રાખીને વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.મીટિંગની શરૂઆત દીપપ્રાગટ્ય-પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
વડગામના ઉમરેચામાં આશાપુરા માતાજીનો યજ્ઞ યોજાયો
વડગામ તાલુકાના ઉમેરેચામાં આવેલા આશાપુરા માતાજીનો વાર્ષિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના ઠાકોર પરિવાર દ્વારા યજ્ઞમાં યજમાન પદે બેસી માતાજીની પૂજા અર્ચના કરી હતી.
નાથપુરામાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિરે રમેલ (જાતર) યોજાઈ
કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ના તાબામાં આવતાં નાથપુરામાં તળાવના કાંઠે વડેચિમાના બેસણા છે. અઢારે આલમની મનોકામના માઁ પૂર્ણ કરે છે. તેવું જ થરેચા પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે.
લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
અનેકવિધ સેવાકાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર લાયન્સ ક્લબ ઓફ પાટણની નોમીનેશન કમિટિની બેઠકતાજેતરમાં શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ લાયન્સ હોલ ખાતે મળી હતી.
ડીસા ગઢ ચાર રસ્તા પાસે માર્ગસૂચક બોર્ડ મૂકવા માંગ
ડીસા-ગઢ-રાણાજી મોટાવાસ ચાર રસ્તા પાસે આર.ટી.ઓ. વિભાગ જરૂરી સૂચનો દર્શાવતાં સૂચક બોર્ડ મૂકવામાં ન આવતા આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બેવટા ગામે હવન તેમજ રાત્રિ જાગરણ યોજાયો
બેવટા ગામે ચામુડા માતાજી, ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ જેવા પ્રસંગ યોજાયા હતા.બેવટા ગામે દૂધ મંડળીના મંત્રી ખાંભલ્યા પુનમાભાઈ ખેમાજીના ઘરે બિરાજમાન શ્રી ચામુંડા માતાજી ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ અને ભજન સત્સંગ યોજાયો હતો.
ડીસા તાલુકાના ઝેરડા દેના બેંકનું એટીએમ શોભાના ગાંઠીયા સમાન
ડીસાના ઝેરડા હાઇવે રોડ પર આવેલ દેના બેંકનું એટીએમ છેલ્લાં દસ દિવસથી બંધ જોવા મળી રહ્યુ છે
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકોના સમર કેમ્પનું સમાપન
સમર કેમ્પમાં ૨૭૯ બાળકોએ ભાગ લઈ તેમનામાં રહેલી ટેલેન્ટ બતાવી
કાંકરેજ તાલુકામાં થરા - શિહોરી સહિત વિસ્તારના જાહેરમાં વેચાતા કેમિકલયુક્ત ફળો
લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા તત્વોને કોણ છાવરે છે ?? પ્લાસ્ટિક ચડાવેલ સફરજનનું વેચાણ કોના ઈશારે ??
બનાસકાંઠા જિલ્લામાં સર્જાઈ પાણીની ગંભીર સમસ્યા
ગામડાઓ તરસી રહ્યા છે, જયારે શહેરોમાં થઈ રહ્યો છે પાણીનો વેડફાટ રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે બનાસકાંઠાના વાસીઓ અને અબોલ પશુઓ બનાસકાંઠાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં હોવાનો લીધે જિલ્લા પર મોટું સંકટ આવે તો નવાઈ નહી
બનાસકાંઠાના ખેડૂતો માટે રાહત ના સમાચાર
ગુજરાતમાં ગત ૧૬ એપ્રિલને મંગળવારે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેની સાથે કરા સાથે વરસાદ પણ પડયો હતો. આ સ્થિતિમાં ખેતીપાકોને ભારે નુકશાન થયું હતું.


