ધાનેરાના જાડી આરોગ્ય કેન્દ્રની બહાર દવાનો જથ્થો સળગાવતા ગ્રામજનોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:01:02
  • Views : 441
  • Modified Date : 2019-05-02 11:01:02

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામના પેટા આરોગ્ય કેન્દ્રની બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના જડીયા પી.એસ.સી.માં આવતા જાડી પેટા કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે યુવક અને યુવતિ નોકરી કરે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે જાડી પેટા કેન્દ્રમાં નોકરી કરતા કર્મચારી દ્વારા જ સરકારી દવાનો જથ્થો ગામલોકોને આપતા જ નથી અને પેટા કેન્દ્રની બહાર જ ફેંકી દે છે અને તેને સળગાવી દેવામાં આવે છે. આ સમગ્ર મામલે ધાનેરા બી.એચ.ઓ. અને જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવતા જિલ્લા આરોગ્ય અધિકારી આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આ દવાઓ લોકોના આરોગ્ય માટે છે. તો આ દવાઓને કેમ ફેંકી દેવામાં આવી ?  શું પેટા કેન્દ્રની અંદર કોઈ તપાસ આવવાની હતી. જે ડરથી આ દવાનો જથ્થો બહાર ફેંકી દેવામાં આવ્યો ? આ દવાનો જથ્થો એક્સ્પાયર પણ નથી થયો અને દવાના જથ્થાને કેમ સળગાવી દેવામાં આવ્યો ?બનાસકાંઠાના ગામડાઓમાં કામ કરતાં આરોગ્યના કર્મચારીઓ શું બનાસકાંઠાના ગામડાના લોકોને અભણ સમજે છે. અંગૂઠા છાપ સમજે છે. તો આવું વર્તન કરવામાં આવે છે ? આવા તો અનેક  સવાલો ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે. શું આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી દ્વારા તપાસ કરીને આ બે કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે કે પછી આમ જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકારી દવાના જથ્થાને લોકોને આપવાની જગ્યાએ આમ જ સળગાવી દેવામાં આવશે ?



Download Our B K News Today App



Related News