ડીસા ગઢ ચાર રસ્તા પાસે માર્ગસૂચક બોર્ડ મૂકવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:01:48
  • Views : 429
  • Modified Date : 2019-05-01 12:01:48

ડીસા-ગઢ-રાણાજી મોટાવાસ ચાર રસ્તા પાસે આર.ટી.ઓ. વિભાગ જરૂરી સૂચનો દર્શાવતાં સૂચક બોર્ડ મૂકવામાં ન આવતા આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચાર રસ્તા પાસે વશરામજી ઠાકોર નામના વ્યક્તિ પોતાનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવે છે. જેઓને આ અંગે પૂછવામાં આવતા તેઓએ પણ જણાવેલ કે ડીસા ગઢ રાણાજી મોટાવાસ ચાર રસ્તા પાસે આર.ટી.ઓ વિભાગ દ્વારા કયો રસ્તો કઈ બાજુ જાય? તેવા સૂચક બોર્ડ લગાવવામાં ન આવતા આ રોડ પરથી પસાર થઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આમ ચાર રસ્તા પાસે સત્વરે આર.ટી.ઓ. વિભાગ રસ્તાના માર્ગદર્શનનું બોર્ડ લગાવે તેવી માંગ ઉઠવા પામી છે


Download Our B K News Today App



Related News