યુનિવર્સિટીમાં એક વર્ષ પછી આવેલ ડીગ્રી સર્ટીફીકેટ પેક કરવા કવરો જ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:18:24
  • Views : 424
  • Modified Date : 2019-05-02 11:18:24

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક વર્ષ બાદ પ્રિન્ટિગમાંથી માંડ છાત્રોના ડિગ્રી સર્ટી આવ્યા છે. પરંતુ ડિગ્રી સર્ટી ભરવાના કવર જ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ ના હોઈ કવર વિના ડિગ્રી સર્ટી વિતરણની કામગીરી અટવાઈ પડી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૭માં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરનાર છાત્રોના ડીગ્રી સર્ટી  ૨૦૧૯માં આવ્યા છે. ત્યારે એક વર્ષથી વધુ સમય બાદ ડીગ્રી પ્રિન્ટ થઇ યુનિવર્સિટીમાં આવ્યા હોય હવે ડીગ્રી સર્ટી જે તે છાત્રોને આપવા માટે પેકીંગ કરવા માટેના કવર જ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ ન હોવાથી  ડીગ્રી વિતરણ કરવાની કામગીરી ખોરંભે પડી છે. આ બાબતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે ૨૦૧૭ -૧૮ ના ૨૮ હજાર ડિગ્રી સર્ટી આવી ગયા છે પરંતુ આ ડિગ્રી સર્ટી માટેના અંદાજે ૨૫ હજાર કવર હાલમાં યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ ના હોઈ કવર ઝડપથી આવે તે માટે કાર્યવાહી કરી છે અને કવર આવ્યા બાદ ડીગ્રી સર્ટીઓ વિતરણ કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News