થરાદ-વાવ પંથકમાં આગના બે બનાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:36:46
  • Views : 472
  • Modified Date : 2019-05-01 12:36:46

ઉનાળાની શરૂઆતથી જ બનાસકાંઠાના સરહદી તાલુકા ગણાતા થરાદ, વાવ અને સુઇગામ તાલુકામાં આગ લાગવાના બનાવો બનવા લાગ્યા છે. જેમાં ગતરોજ સુઇગામના કોરેટી ગામે વાડમાં એક કિલોમીટરના અંતરમાં આગ લાગી હતી. જ્યારે આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકાને કરતાં નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યાં વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા અને જાનહાનિ ટળી હતી.જ્યારે  મંગળવારે થરાદ - ડીસા હાઇવે પર આવેલા થરાદના લુણાવા નજીક ફોરેસ્ટના વૃક્ષોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ લોકોએ થરાદ નગરપાલિકાની ફાયર ટીમને કરતાં ફાયર ટીમના ફાયરમેન વિરમભાઈ રાઠોડ, લાખાજી રાજપૂત અને ધનજીભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ બંને જગ્યાએ અકબંધ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ વાવ નજીક એક રોડની બાજુમાં ઝાડીમાં આગ લાગી હતી અને ત્યાં પણ એક કિલોમીટર સુધી વૃક્ષ બળીને ખાખ થઈ ગયા હતા.  થરાદ, વાવ અને સુઇગામ પંથકમાં રોજિંદા આગના બનાવોમાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.  


Download Our B K News Today App



Related News