છનિયાણા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતા મજાતપુર આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:24:20
  • Views : 495
  • Modified Date : 2019-05-02 11:24:20

વડગામ તાલુકાના છનિયાણા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતા મજાતપુર ગામ આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જવા પામ્યું છે.
મજાતપુર ગામ આશરે એક હજારની વસ્તી ધરાવતું ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતું ગામ છે આ ગામમાં આઝાદી ના દાયકાઓ બાદ પણ છનિયાણાથી મજાતપુર સુધીનો માત્ર અંદાજીત ૩ કિ.મી.નો રોડ આવેલો છે પણ આ રોડ અત્યારે પણ ધુળિયો માર્ગ જ રહી ગયો છે. વર્ષો પહેલાં રોડ ઉપર મેટલ કરવામાં આવ્યો હોવા છતાં તાલુકાના નપાણીયા નેતાઓના પાપે રોડ પેવર બની શક્યો નથી. જેના કારણે મજાતપુરના લોકોને વડગામ તાલુકા મથકે આવવું હોયતો તેમને ગોળા વાયા છનિયાણા પરખડી થઈને વડગામ આવવાની ફરજ પડી રહી છે. જેના કારણે ગ્રામજનોને ફોગટનો સમય બગાડવો પડે છે. તેમજ રૂપિયાનો પણ વધુ ખર્ચ કરવો પડે છે. છનિયાણાથી મજાતપુર સુધીનો સીધો રોડ હોવા છતાં તંત્ર અને નપાણીયા તાલુકાના નેતાઓ કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ગામમાં ગટરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ગટર ન હોવાના કારણે ગંદુ ભારે દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ભરાઈ રહે છે. જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે લોકોને રોગચાળો ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે. આ ગંદુ દુર્ગંધ મારતું પાણી સ્મશાન જવા માર્ગ પર ભરાયેલું રહેતું હોવાથી ગામમાં કોઇનું મોત થાય ત્યારે પહેલાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી પડેશે તેવું ગામના યુવાન દિનેશભાઇએ મીડિયાએ ગામની લીધેલ મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. ગામમાં છેલ્લાં એક મહિનાથી બોર ફેલ થઈ જતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની તંગી સર્જાતી રહી છે. લોકોને પીવાના પાણી માટે ભટકવાનો વારો આવ્યો છે. ત્યારે નઘરોળ તંત્ર અને સ્થાનિક પંચાયત આ બાબતે મજાતપુર ગામના લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા મદદરૂપ બને તેવું ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે. સ્થાનિક પંચાયત તેમજ તાલુકા નેતાઓ મજાતપુર ગામનો માત્ર ચૂંટણી સમયે વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કરતા રહ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. મજાતપુરથી વણસોલ, ઘોડીયાલ, ઢેલાણા જવા આવવા માટેના સીધા રસ્તા આવેલા છે. પરંતુ એક રોડ પાકો ડામરનો બનાવેલો નથી જેના કારણે આ વિસ્તારના લોકોને ધૂળિયા રસ્તા ઉપર ચાલવાની ફરજ પડી રહી છે.


Download Our B K News Today App



Related News