વાઇબ્રન્ટ વિદ્યાસંકુલ, થરાદમાં વાલી મીટિંગ અને શિક્ષણ માર્ગદર્શન સેમિનાર યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:15:12
  • Views : 497
  • Modified Date : 2019-05-01 12:15:12

થરાદ-ધાનેરા હાઈ-વે પર સ્થિર વાઇબ્રન્ટ વિદ્યાસંકુલમાં ગતરોજ વાલી મીટિંગ રાખીને વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.મીટિંગની શરૂઆત દીપપ્રાગટ્ય-પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ વિક્રમભાઈ પટેલે આવેલ પેરેન્ટસનું સ્વાગત કર્યુ હતું.   શાળામાં ચાલતા અભ્યાસક્રમની વાત કરી હતી. દ્ગઝ્રઈઇ્‌ નો અભ્યાસક્રમ એટલે કે  કેન્દ્ર લેવલનો અભ્યાસક્રમ ચાલે છે તે જાણી વાલીઓ ખુશ થયા હતા.ત્યારબાદ શાળાના ટ્રસ્ટી  ભરતભાઇ પટેલે અભ્યાસનું મહત્વ સમજાવી અંગ્રેજી તેમજ હિન્દી ભાષાનું ગૌરવ વધાર્યુ હતું. તેમજ રોનક ભાટની સિદ્ધિઓની વાતો કરી હતી. કાર્યક્રમને આગળ ધપાવતા શાળાના શિક્ષક હસમુખભાઈ પટેલે બધાને કહાની સંભળાવીને મોટીવેટ કર્યા હતા અને કાયમી પોઝેટીવ રહેવાનો મંત્ર આપ્યો હતો. ત્યાર પછી અમીન સરે અંગ્રેજી ભાષામાં સ્પિચ આપી હતી. તેમજ જણાવ્યું હતું કે દરેક વાલીએ વેકેશનમાં ગૃહકાર્ય કરવાનું છે. બાળકોને વાર્તાઓ  સંભળાવવી, પોતાના ધંધા રોજગાર પર લઈ માહિતી આપી,  સાથે ફરવા જવું.  વગેરેથી બાળકોનો આત્મવિશ્વાસ વધશે, તેમજ કુટુંબથી નજીક રહેશે, તેવી ઉત્તમ વાતો કરી હતી.  આવેલ વાલીઓએ પોતાના મંતવ્યો /સુઝાવ જણાવી પોતાના બાળકના વર્ગમાં જઈ બાળકોનો રેકર્ડ /પેપર તપાસી પરિણામ–રિઝલ્ટ મેળવ્યું હતું. બાળકોના પરિણામથી, શાળાની કામગીરી અને શાળાની તથા શિક્ષકોની સુઝ, આવડત, બાળકો પ્રત્યેનો લગાવ, ઘર જેવા વાતાવરણના માહોલથી અત્યંત ખુશ થયા હતા અને રિઝલ્ટ લઈ સર્વ ખુશી ખુશી ઘરે ગયા હતા.


Download Our B K News Today App



Related News