નાથપુરામાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિરે રમેલ (જાતર) યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:09:01
  • Views : 592
  • Modified Date : 2019-05-01 12:09:01

કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ના તાબામાં આવતાં નાથપુરામાં તળાવના કાંઠે વડેચિમાના બેસણા છે. અઢારે આલમની મનોકામના માઁ પૂર્ણ કરે છે. તેવું જ થરેચા પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું  મંદિર આવેલ છે. સૌ કોઈની મનો કામના માઁ પૂર્ણ કરે છે. તાજેતરમાં ઠક્કર સમાજના પુજારા હસમુખભાઈ દયારામભાઈ ઉમા મેડીકલવાળાની મનો કામના પૂર્ણ થતાં ગઈ તા.૨૮-૦૪-૨૦૧૯ ને રવિવારના રાત્રે ભુવાજી નરસિંહભાઈ સગરામભાઈ, ભુવાજી પુનાભાઈ જયરામભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં રમેલ (જાતર)નું આયોજન કરાયુ હતું. ભોજનપ્રસાદ લીધા બાદ રમેલ (જાતર) રાખવામાં આવી હતી. રમેલની શુભ શરુઆત દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી. તેમાં બહાર ગામથી પધારેલ ભુવાઓ રાત્રે ધુણ્યા હતા. પધારેલ ભુવાજીઓનુ તેમજ મહેમાનોનુ ફુલહાર, તેમજ ભેટપુજા હસમુખભાઈ પુજારા તરફથી મણાભાઈ પ્રજાપતિ તથા ઈશ્વરભાઈ પ્રજાપતિએ આપી સ્વાગત કરાયુ હતુ. વિષ્ણુભાઈ રૂપસીભાઈ પ્રજાપતિ થરાવાળા એ કંકુ તિલક કરી આવકાર્યા હતા. આ રમેલમાં પાવળીયા, ડાકલા, ઢોલ વગેરે સંગીતના સાધનો રમઝટ બોલાવી હતી. લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અહી વિશાળ સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે પઘાર્યા હતા.પધારેલ સમગ્ર ભાવિક ભકતોને ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી.દરેક ભુવાજી તરફથી સૌ લોકોને આશિર્વચન આપવામાં આવ્યા હતા. અને તા.૨૯-૦૪-૨૦૧૯ ને સોમવારે બીજા દિવસે સવારે તેલફુલ ચડાવવામાં આવ્યા હતાં. તેમાં બહોળી સંખ્યામાં ભુવાજી અને રાજકીય,સામાજીક આગેવાનો, ભાઇઓ, બહેનો  ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ સૌ કોઇ ભાવિક ભકતોએ દર્શન અને આશિર્વચન લઇ ધન્યતા અનુભવી હતી. પધારેલ ભાવિકભકતોનો બાબુભાઈ પ્રજાપતિ અનુપમ શાળા નં- ૨ ના શિક્ષક દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. 


Download Our B K News Today App



Related News