પાલનપુરના ઉપપ્રમુખ સ્વ. વિજય જોશીને શ્રદ્ધાંજલિ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:15:53
  • Views : 428
  • Modified Date : 2019-05-02 11:15:53

પાલનપુર ખાતે ફિલ્ડમાં કાર્યરત જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરના ઉપપ્રમુખ વિજયભાઈ જોશીનું યુવાનવયે અચાનક દુઃખદ અવસાન થયું છે. ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ, પરિવાર દ્વારા શોકસભા યોજી સ્વ.ના આત્માની શાંતિ માટે ૨ મિનિટનું મૌન પાળી અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુર દ્વારા ફિલ્ડ રિપોર્ટર્સના ઉપપ્રમુખ સ્વ.વિજયભાઈ જોશીની શોકસભા યોજવામાં આવી હતી. જેમાં સદગત વિજયભાઈ જોશી ની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી  વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરાઈ હતી. બાદમાં સ્વ. વિજય ભાઈ જોશીને પુષ્પાંજલિ અર્પી અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દુઃખની ઘડીમાં સ્વર્ગસ્થના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી.આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશી, મહામંત્રી મોંઘજી ચૌધરી સહીતના તમામ સભ્યોએ સ્વ. વિજય જોશી સાથેના સંસ્મરણોને વાગોળી તેઓને ભાવભીના શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. 


Download Our B K News Today App



Related News