વડગામના ઉમરેચામાં આશાપુરા માતાજીનો યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:12:24
  • Views : 412
  • Modified Date : 2019-05-01 12:12:24

વડગામ તાલુકાના ઉમેરેચામાં આવેલા આશાપુરા માતાજીનો વાર્ષિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના ઠાકોર પરિવાર દ્વારા યજ્ઞમાં યજમાન પદે બેસી માતાજીની પૂજા અર્ચના કરી હતી. આ યજ્ઞમાં સમસ્ત ઠાકોર પરિવારનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી પંકજકુમાર ઠાકર દ્વારા કરવામાં આવી હતી. આ યજ્ઞમાં ઉમરેચાના સરપંચ ભગવાનજી ઠાકોર અને ઠાકોરના યુવાન છોકરાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. યજ્ઞના અને આશાપુરા માતાજીના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી.


Download Our B K News Today App



Related News