કાંકરેજ તાલુકામાં થરા - શિહોરી સહિત વિસ્તારના જાહેરમાં વેચાતા કેમિકલયુક્ત ફળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:08:23
  • Views : 428
  • Modified Date : 2019-05-01 11:08:23

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં થરા- શિહોરી સહિત આજુ-બાજુના ગામડામાં બનાવટી સફેદ દૂધનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે. જેની સામે તંત્ર એમકયા પ્રકારે લાચાર છે તો બીજી તરફ કાળઝાળ ગરમીનો પારો ૪પ-૪૬ આજુ-બાજુ ઉથલ-પાથલ કરીને ત્રાસ વર્તાવી રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા-શિહોરી સહિત આજુ-બાજુના વિસ્તારના શાકમાર્કેટ, લારીઓમાં કેમિકલ કાર્બોઈડથી પકવેલ કેરી, ચીકુ સહિતના ફળોનું ખુલ્લેઆમ શહેરમાં વેચાણ થઈ રહ્યું છે. થરા શાકમાર્કેટ યાર્ડમાં તંત્ર ઓચિંતો દરોડો પાડે તો મોટા પ્રમાણમાં કાર્બોઈડ ફળ પકવવાના કેમિકલનો જથ્થો અને ફળો પકડાય તેમ છે. થરા નગરમાં ઠેર-ઠેર બિલાડીના ટોપની જેમ ઠંડાપીણા (બીન આરોગ્યપ્રદ)ની લારીઓમાં જ્યુસના વેચાણમાં અખાદ્ય કલરવાળા જ્યુસ બનાવી લોકોને પધરાવી રહ્યા છે. ગુજરાત સરકારને કોર્ટની ચેલેન્જ છતાં નિષ્ક્રીય બની આ અંગે મૌન સેવી રહી છે. ત્યારે થરા પાલિકાના આરોગ્ય ફૂડને જિલ્લાની ટીમ હપ્તાથી રોકડ લઈ રફુ ચક્કર થાય છે. આ જ્યુસ ઠંડા પીણાની હાટડીઓ, કેરીરસના સેન્ટરોમાં તપાસ કરતાં કરતાં તંત્રને કોણ રોકે છે. આ ઠંડા પીણા, જ્યુસવાળાને ફરસાણની દુકાન લારીઓવાળા ગંદુ પાણી, એઠવાડ નેશનલ હાઈવે ઓથોરીટીએ બનાવેલ ફૂટપાથની ગટરમાં ઠાલવી રહ્યા છે. જેના કારણે વર્ષોથી સફાઈ નહી થયેલી ગટરો ગંદા પાણી કચરાથી ખૂદબદીને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ માટે છે. કાંકરેજ તાલુકામાં કેમિકલ કાર્બોઈડથી પકવેલા કેરી,ચીકુ જેવા ફળો બનાવટી દૂધ, જ્યુસ વેચી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવાની સરકારે છૂટ આપી છે. હમણાં પ્લાસ્ટિક આવરણવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં સફરજન થરાની શાક બજારમાં વેચાણ થતા હોવાનો વિડિયો વાયરલ થયો છતાં તંત્ર નિષ્ક્રીય બની તમાશો જુએ છે જેની સામે પ્રજા જાગૃત બનશે ??


Download Our B K News Today App



Related News