બેવટા ગામે હવન તેમજ રાત્રિ જાગરણ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:58:35
  • Views : 489
  • Modified Date : 2019-05-01 11:58:35

બેવટા ગામે ચામુડા માતાજી, ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ જેવા પ્રસંગ યોજાયા હતા.બેવટા ગામે દૂધ મંડળીના મંત્રી ખાંભલ્યા પુનમાભાઈ ખેમાજીના ઘરે બિરાજમાન શ્રી ચામુંડા માતાજી ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ અને ભજન સત્સંગ યોજાયો હતો. આ ધાર્મિક જાગરણ પ્રસંગમાં રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઇ પટેલ, રબારીસમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, ડી.ડી. રાજપૂત અને અન્ય રાજકીય મહાનુભવોએ પણ આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સંતો મહંતોએ ધાર્મિક પ્રવચન પણ આપ્યું હતું. ત્યારબાદ ખાંભલ્યા પરિવારે આ પ્રસંગે સંતો મહંતો ભુવાજીઓનું તથા રાજકીય અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગે આજુબાજુ ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રબારી સમાજ સહિત અન્ય સમાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને ભોજનપ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમાજના અધિકારીઓ, શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે સમાજના સ્થાનિક પત્રકાર મિત્રોએ પણ હાજરી આપી હતી અને આ ધાર્મિક પ્રસંગ નિહાળ્યો હતો.


Download Our B K News Today App



Related News