સુઈગામના લીંબુણી ગામે પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:04:46
  • Views : 456
  • Modified Date : 2019-05-02 11:04:46

સરહદી સુઇગામ તાલુકાના લીંબુણી ગામના રામનગર  વિસ્તારમાં વીસ દિવસથી પીવાનું પાણી ન મળવાથી  ભરઉનાળે ગ્રામજનો સહિત પશુઓની પીવાના પાણીના અભાવે ટળવળી રહ્યા છે. ત્યારે રામનગર પરા વિસ્તારમાં ગામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હોવાં છતાં પણ પાણી પુરવઠા વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે સત્વરે પીવાના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.સુઇગામ તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે લોકો અને પશુઓની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે સુઇગામ તાલુકાના લીંબુણી ગામના રામનગર વિસ્તારમાં (રાજપુરા) ગામડીથી પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો છે. લોકો સહિત પશુ પક્ષીઓની હાલત ભયંકર ગરમીને કારણે અને પીવાના પાણીના અભાવે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે.સુઇગામ તાલુકાના લીંબુણી ગામના સંરપચને જાણ હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. પાણી પુરવઠા નિગમ અને પોલીસ પ્રોટેકશન સાથે આ ભૂતિયા કનેકશન દૂર કરી કાયદેસર કાર્યવાહી કરે તેવી ગામ લોકોની માંગ છે. પાણી પુરવઠા નિગમને  તમામ બિનઅધિકૃત કનેકશનોની માહિતી હોવાં છતાં પણ કનેકશન દૂર કરતાં નથી અને આંખ આડા કાન કરે છે. તો વળી પાણી પુરવઠા નિગમ અને ખેડૂતો વચ્ચેની સાંઠ ગાંઠ હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાણી પુરવઠા નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો તાગ મેળવી સત્વરે સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News