લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:05:23
  • Views : 434
  • Modified Date : 2019-05-01 12:05:23

અનેકવિધ સેવાકાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર લાયન્સ ક્લબ ઓફ પાટણની નોમીનેશન કમિટિની બેઠકતાજેતરમાં શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ લાયન્સ હોલ ખાતે મળી હતી.  જેમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના નવીન પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.તાજેતરમા લાયન્સ હોલ ખાતે મળેલી નોમીનેશનની આ બેઠકમાં પ્રમુખ તરીકે ગૌરવ મોદી, પા. પ્રમુખ તરીકે સતીષ ઠક્કર, ઉપપ્રમુખોમાં નટવરસિંહ ચાવડા,તેજશ પટેલ અને પાર્થ જોષી, મંત્રી તરીકે ગોપાલસિહ રાજપૂત, ખજાનચી તરીકે બ્રિજેશ પટેલ, સહમંત્રી તરીકે પ્રજ્ઞેશ પટેલ, સહખજાનચી તરીકે રાજુ દેસાઇ, ટેમર તરીકે પ્રતાપસિંહ ઠાકોર,ટેઈલ ટવીસ્ટર તરીકે અમિષ મોદી,સાઈટ ફસ્ટ ચેરમેન તરીકે મેહુલ પટેલ, મીડિયા સેલ તરીકે દિલિપ પ્રજાપતિ, પીઆરઓ તરીકે નિકુલ ચુનાવાલા સહિત ચૌદ ડિરેક્ટરોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હોવાનું લાયન્સ કલબ ઓફ પાટણના સુત્રો એ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News