પાલનપુરમાં રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ શરૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:34:10
  • Views : 441
  • Modified Date : 2019-05-01 12:34:10

પાલનપુર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામા આવી છે. જેનાથી મહિલા મંડળથી બ્રિજેશ્વર કોલોની વચ્ચે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો અંત આવશે.પાલનપુરમાં ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો પણ બારડપુરા સહિતના વિસ્તારનું પાણી મહિલા મંડળથી બ્રિજેશ્વર કોલોનીના માર્ગ ઉપર ભરાઇ જતું હતુ. અહિંયા અગાઉ નાંખવામાં આવેલી વરસાદી પાણીની પાઇપલાઇનમાં આ પાણી ઓસરતાં સમય લાગતો હોઇ જો વધુ વરસાદ થાય તો પાણી બ્રિજેશ્વર કોલોનીના મકાનોમાં ઘુસી જાય છે. તેમજ માર્ગ ઉપર વાહનો ડુબાઇ જાય એટલું પાણી ભરાઇ જતાં માર્ગ બંધ થઇ જતો હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ નવી પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે અતુલભાઇ ચોકસીએ જણાવ્યું હતુ કે, સમગ્ર પાઇપ લાઇનનું કામ રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે હાથ ધરાયું છે. જે ચોસાસા અગાઉ પૂર્ણ કરવામાં આવશે. આ પાઇપ લાઇનથી પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે.


Download Our B K News Today App



Related News