બનાસકાંઠા જિલ્લામાં સર્જાઈ પાણીની ગંભીર સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:02:19
  • Views : 573
  • Modified Date : 2019-05-01 11:02:19

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી પાણીની તેમજ ઘાસચારાની વિકટ પરિÂસ્થતિ સર્જાઈ રહી છે. હજી તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે તેમાં પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની અછતના લીધે પશુપાલકો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેમજ ઉનાળામાં લગ્નની સિઝન  ચાલી રહી છે. પરંતુ પાણીની આ ગંભીર સમસ્યાઓને કારણે લગ્નમાં પાંખી હાજરી જાવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લો એ સરહદી જિલ્લા તરીકે ખ્યાતનામ છે. તેમજ બનાસકાંઠા જિલ્લો હંમેશથી પાણીની  તંગીનો સામનો કરતો આવ્યો છે. ત્યારે સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા માટે ઉનાળો  કપરો સાબિત થઈ રહ્યો છે. તેમજ ખેડૂતોની સાથે સાથે પાણી અને ઘાસચારાની તંગીના લીધે અબોલ પશુઓ પણ વરસાદની મીટ માંડીને બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના લોકો ઉનાળા દરમ્યાન પાણીની  બુંદ બુંદ માટે તરસતા નજરે પડે છે. આ જિલ્લામાં લોકોને પાણી મળી રહે તે માટે જિલ્લામાં ત્રણ મોટા જળાશયો પણ બાંધવામાં આવ્યા છે. આ જળાશયો વરસાદી પાણીને એકત્રિત કરે છે અને તે પાણીનો ઉપયોગ બનાસવાસીઓ સિંચાઈ તેમજ પીવા માટે કરતી હોય છે. પરંતુ ગત ચોમાસામાં થયેલા નહિવત વરસાદને પગલે જિલ્લાના આ ત્રણેય જળાશયોમાં પાણીની ખુબ જ ઓછી આવક થઈ હતી અને તેના લીધે ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભમાં જ આ ત્રણેય જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે. એના લીધે બનાસકાંઠા જિલ્લા પર આગામી સમયમાં ખૂબ મોટું જળ સંકટ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહિવત થતાં ચાલુ સાલે સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળુ સિઝનમાં જ સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, આ પરિÂસ્થતિના લીધે ખેડૂત વર્ગ તેમજ ગામડાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે સાથે ગતવર્ષે પાણી વિના બેહાલ થઈ અંતરિયાળ વિસ્તારના કેટલાંય ગામોમાંથી લોકો હિજરત કરી ગયા હતા. ત્યારે આ વર્ષે પણ પાણી વિના લોકો તેમના પશુઓ સાથે હિજરત કરી જાય તેવી પરિÂસ્થતિનું નિર્માણ સર્જાયુ છે. વધુમાં બનાસકાંઠામાં સાડા પાંચ લાખ હેકટર  જમીન પિચત લાયક છે. પરંતુ ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાથી ખેડૂતો વાવેતર કરી શકતા નથી અને કરે તો પણ પાણી ન હોવાને લીધે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી કેટલીક જમીન હાલમાં બંજર ભાસી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલ ગામડાઓમાં પાણીની અછતના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જયારે બનાસકાંઠાના તમામ શહેરોમાં ખુબ જ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. તેમજ લગ્ન સિઝન ચાલતી હોવાથી અમુક ટેન્કરોની જરૂરિયાત સામે જે તે વિસ્તારમાં નળ કનેકશનો ચાલુ રાખવાથી પાણીનો અતિશય પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે.આ સર્જાઈ રહેલી પાણીની સમસ્યાને શહેરના લોકો ગંભીરતાથી લઈ અને પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરે તો મહદ અંશે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ બને, બનાસકાંઠામાં   પાણી મુદ્દે હોબાળો થાય, જળાશયો સુકાઈ જતાં તળિયા દેખાવા માંડે એવી પરિÂસ્થતિનું નિર્માણ થાય છતાં પણ આપણે શાહમૃગી નીતિ અપનાવીએ છીએ. આયોજન ખરાબમાં ખરાબ શું બની શકે તે સમજીને જકરાય પછી એવું ના બને તો ભગવાનનો ઉપકાર. પણ આગ લાગે ત્યારે કૃવો ખોદવા ન બેસાય.રાજકીય પક્ષોને મારી વિનંતી છે. (જેમાં કોઈ પણ પક્ષ અપવાદ નથી) પાણી મુદ્દે મતનું રાજકારણ ઘણું રમ્યા, હવે એ મતનું રાજકારણ બનાસકાંઠા જિલ્લામાં મોતનું રાજકારણ બનવા જઈ રહ્યું છે, ત્યારે તો બધા એક થાઓ. જા ખરેખર પાણીના પ્રશ્નનો ઉકેલ પ્રમાણિકતાપૂર્વક લાવવો હોય તો સરકારે એ પ્રશ્ન જ નથી એવા વિધાનોમાંથી બહાર આવવું પડે અને વિરોધ પક્ષોએ આ પ્રશ્ન ઉકેલવા માટે જનજાગૃતિ અને રચનાત્મક સહકાર આપવા તૈયાર રહેવું પડે. નુકસાન થશે તો કોઈ એક પક્ષના મતદારોને નથી થવાનું, આટલી સમજ અને મોટપ તો જાહેર જીવનના તેખધારી સહુએ કેળવવી જ પડે. દરેક વખતે ખુરશી માટે  વલખાં ન મારવાના હોય. 


Download Our B K News Today App



Related News