જાહેર રસ્તાઓ પર ખાડા પડયા હોવાથી યાત્રાધામ ઢીમામાં પુરવઠા વિભાગની ગાડી ફસાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:32:04
  • Views : 394
  • Modified Date : 2019-05-02 11:32:04

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં બુધવારે બપોરે પુરવઠા વિભાગની ગાડી ઢીમામાં આવેલ દૂધડેરી સામે આવેલ એક મોટાં ખાડામાં ફસાઈ હતી.ત્યારે વાવ તાલુકા મથકેથી ઢીમા સહિતના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજ સહિતની વસ્તુઓની ડીલિવરી આપતી મેંક્સ ગાડી નં. જીજે ૧૬ ઝેડ ૫૭૧૭ મોટાં એક ખાડામાં ફસાઈ ગઈ હતી. તો વળી પાછળનું ટાયર વધારે પડતું અંદર ઉતરી ગયું હોવાથી ગાડી ચાલકને બધો માલ નીચે ઉતારી ગાડી બહાર કાઢવાની નોબત આવી હતી. ભારે જહેમત બાદ ગાડી બહાર નીકળી હતી.
સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો વળી એકબાજુ લોકો ધોમધખતા તડકામાં બહાર નથી નીકળતાં ત્યારે આ ગાડી ચાલકે ભર બપોરે ૩ કલાકની ભારે જહેમત બાદ ગાડી બહાર નીકાળી હતી.   ત્યારબાદ તેને પોતાનો માલસામાન ગાડીમાં ભર્યો હતો. ગ્રામપંચાયતની બેદરકારીને કારણે અને સ્થાનિક તંત્રના પાપે ખોદવામાં આવતાં ખાડાઓમાં વારંવાર અનેક લોકો ભોગ બને છે. ત્યારે સત્વરે આવા ખાડાઓને
પૂરવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News