ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકોના સમર કેમ્પનું સમાપન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:47:19
  • Views : 423
  • Modified Date : 2019-05-01 11:47:19

ડીસા ગાયત્રી શક્તિપીઠ દ્વારા તારીખ ૨૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ  સુધી રોજ સાંજે ૫ કલાક થી ૭ કલાક દરમિયાન ૬ થી ૧૩ વર્ષ સુધીના બાળકોનો શારીરિક બૌધ્ધિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું૨૫ એપ્રિલથી શરૂ થયેલા સમર કેમ્પમાં ડીસા નગર અને આજુબાજુના ગામમાંથી કુલ ૨૭૯ જેટલા બાળકોએ ભાગ લેતા ગાયત્રી પરિવાર ડીસા દ્વારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને સારા વ્યક્તિનું નિર્માણ થાય તે હેતુથી પાંચ દિવસ સુધી એક સમર કેમ્પમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  પાંચ દિવસીય સમર કેમ્પમાં નાના બાળકોને પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક વાતાવરણ નિર્માણ થાય ઉપરાંત સંસ્કારો સારી આદતોનું સિંચન થાય આ ઉપરાંત  પ્રજ્ઞા ગીત દ્વારા સાંસ્કૃતિક વારસાની જાણકારી મળે તથા વિવિધ પ્રેરણાસ્પદ વાર્તાઓ પ્રસંગો સહિત યોગ અને પ્રાણાયમ સાથે ધ્યાન સાધના દ્વારા મનની એકાગ્રતા જળવાય. મનોરંજન રમતગમત અને જ્ઞાન સાથે ગમ્મત વગેરે બાળકોને શીખવાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક દિવસ વહેલી સવારે નવ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરી બાળકો દ્વારા વિશેષ આહુતિ અર્પણ કરવામાં આવી હતી. આ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગાયત્રી શક્તિ પીઠ દ્વારા સમર કેમ્પના સમાપનના દિવસે પ્રમાણપત્ર એનાયત કરી બાળકોને વિશેષ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે બાળકોના વાલીઓ સહિત ગાયત્રી પરિવાર  ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. બાળકોએ પણ સમર કેમ્પમાં ભાગ લેતા ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમાપન કાર્યક્રમમાં બાળકોએ તેમના મંતવ્ય રજુ કર્યા હતાં.


Download Our B K News Today App



Related News