દિયોદરમાં બી.કે.ન્યૂઝ અહેવાલના પગલે બાલક્રીડાગણનું કામ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 10:51:43
  • Views : 436
  • Modified Date : 2019-05-02 10:51:43

ચૂંટણી આચારસંહિતા હોવા છતાં અગાઉની જૂની તારીખો નાંખી પત્રમ પુષ્પમ થકી વર્ક ઓર્ડર અપાયો હોવાના ચોંકાવનારી માહિતી બહાર આવી છે.દિયોદરમાં ચૂંટણી આચારસંહિતા લાગુ હોઈ  નવીન કોઈજ કામ શરૂ ના કારી શકાય તેમ છતાં સરકારી બાબુઓની રહેમ નજર તળે લાખો રૂપિયાનો બાલ ક્રીડાગણના કામનો ઓર્ડર જૂની તારીખો નાખી અને મસ મોટું કમિશન લઈને કામ આપી અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું દિયોદરના કર્તવ્યનિષ્ઠ અને નિષ્ઠાવાન મામલતદાર પી.એસ.પંચાલે આક્ષેપોનો રદિયો આપી મીડિયા અહેવાલના પગલે બંધ કરાવેલ. આ કામ ફરી ચાલુ થતા લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે કોઈ મોટા માથાએ મોટું કમિશન લઇને કામ શરૂ કરાયું હોવાના ચોંકાવનારી આક્ષેપો કર્યા હતા. જેને પગલે તાબડતોડ મામલતદાર પી.એસ.પંચાલે સ્થળ મુલાકાત લઈ કામ બંધ કરવાની સૂચના અપાઈ હતી. તેમ છતાં કામ શરૂ રહેતા લોકોમાં તરેહ-તરેહની ચર્ચા જાવા મળી હતી. જ્યારે દિયોદરમાં જે જગ્યાએ ૮૦ લાખનું તળાવ સુધારવાનું કામ સૂચિત હોવા છતાં આ બાલ ક્રીડાગણ બનાવાઈ રહ્યું છે. તે કંઈક ગોલમાલની શક્યતાઓ સેવાઇ રહી છે. કારણ કે તળાવના ફરતે વોક ટ્રેક નિર્માણ થવાનું છે. ત્યારે અત્યારે ચાલુકામ બાલ ક્રીડાગણને તોડવું પાડશે. ત્યારે આ લાખોનું સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કાર્ય કોના ઈશારે થઈ રહ્યું છે. જ્યારે આ બાબતે દિયોદર પંચાયતના સૂત્રોેએ અમો આ બાંધકામથી અજાણ હોવાનું જણાવ્યું હતું.આ બાબતે દિયોદરના મામલતદાર પી.એસ.પંચાલે જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતા લાગુ હોઈ કામ બંધ કરાવેલ. તેમ છતાં ફરી કામ શરૂ થતાં હું રૂબરૂ જઈને આચાર સંહિતા ભંગ અને બિલકુલ હલકીકક્ષાનું માટેરિયલ વપરાતું હોઈ કામ બંધ કરાવેલ છે અને એની જાણ અમો ઉપરી લેવલે લેખિતમાં કરશું.આમ દિયોદરમાં ૮૦ લાખના ખર્ચે તળાવ રીનોવેશનની દરખાસ્ત થઈ હોવા છતાં મસમોટો ભ્રષ્ટ્રાચાર સમુ બાલ ક્રીડાગણના નામે લાખો રૂપિયાનું આધણ કોના ઈશારે થઈ રહ્યું છે તે દિયોદર પંથકમાં ચર્ચાતો સવાલ છે.



Download Our B K News Today App



Related News