111 વર્ષ પછી અંગારક યોગમાં શિવરાત્રિ ઊજવાશે; મંગળ-રાહુ વૃષભ રાશિમાં એકસાથે રહેશે, 10 સરળ સ્ટેપ્સમાં શિવપૂજા કરો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:17:17
  • Views : 557
  • Modified Date : 2021-03-10 15:17:17

    ગુરુવાર, 11 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે અંગારક યોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એકસાથે સ્થિત છે. જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં હોય છે, ત્યારે અંગારક યોગ બને છે. 2021થી 111 વર્ષ પહેલાં 1910માં 9 માર્ચના રોજ અંગારક યોગ સાથે શિવરાત્રિ ઊજવવામાં આવી હતી. આ વખતે શિવરાત્રિના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર પણ રહેશે. તેનો સ્વામી મંગળ ગ્રહ છે.

    ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગુરુવારે જ બુધ અને ચંદ્ર ગ્રહનું રાશિ પરિવર્તન પણ થઇ રહ્યું છે. અંગારક યોગમાં શિવરાત્રિ હોવાથી જમીનની વધતી કિંમત ઓછી થવાની શક્યતા છે. દેશની જનતા ઉપર દેવું ઓછું થઇ શકે છે. ખાસ કરીને વૃષભ રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે છે. મંગળ-રાહુની જોડી વૃષભ રાશિમાં છે અને આ રાશિ ઉપર ગુરુની દૃષ્ટિ પણ છે. આ કારણે પ્રાકૃતિક આપત્તીઓમાં ઘટાડો આવે તેવા યોગ બની રહ્યા છે. બજાર સામાન્ય રહેશે. કરિયાણા અને મસાલાના વેપારમાં તેજી આવશે.

1. શિવરાત્રિએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં શિવપૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.

2. આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે.

3. સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરો. કોઇ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો.

4. પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખશો તો સારું રહેશે.

5. પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.

6. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને તેનાથી શિવલિંગનો અભિષેક કરો.

7. પંચામૃત પછી સાફ જળથી અભિષેક કરો. તે પછી શિવલિંગ ઉપર ચંદન, ફૂલ, બીલીપાન, ધતૂરો, સુગંધિત સામગ્રી અને સિઝનલ ફળ ચઢાવો. સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.

8. દેવી-દેવતાઓ સામે ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.

9. ઓમ ગં ગણપતયૈ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો.

10.કપૂર પ્રગટાવીને આરતી કરો. તે પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેચો અને પોતે પણ ગ્રહણ કરો.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 755

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 726

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 685

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 811

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 679

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 787

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 623

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 691

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 633

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 659

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 578

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 658

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 624

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 615

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 598

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 633

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 635

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 582

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 624

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 563

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 645