ગુરૂવારે મીન જાતકોનો કારોબાર સારો ચાલશે અને ધનલાભના યોગ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 12:56:46
  • Views : 680
  • Modified Date : 2019-10-31 12:56:46


ધર્મ ડેસ્કઃ 31 ઓક્ટોબર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યાવસાયિક યોજનાઓને ગતિ મળશે. સામાજિક કાર્યોમાં રસ વધશે.
નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી પર સંયમ રાખવો. શારીરિક અને માનસિક અસ્વસ્થતા તમને બેચેન બનાવશે. યાત્રા, પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત કરવી નહીં.

લવઃ- પ્રેમ સંબંધ સારો રહેશે.
વ્યવસાયઃ- કારોબારમાં લાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- બહારનું ભોજન બિલકુલ ખાવું નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. ઉચ્ચ પદાધિકારીઓનો સહયોગ મળી શકે છે. કોઇ નવી જવાબદારી મળી શકે છે. રોજમર્રાના કામકાજમાં ધનલાભની સંભાવના રહેશે. કારોબાર માટે નવી યોજનાઓ શરૂ કરી શકો છો.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં આશાનુરૂપ સફળતા ન મળવાથી મનમાં નેગેટિવ વિચાર આવી શકે છે અને ગુસ્સો વધારે હોવાથી નોકરી જોખમમાં પડી શકે છે.

લવઃ- તમારા મનની વાતો વ્યક્ત કરી શકો છો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય દુરસ્ત રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. પરિજનો સાથે કોઇ લાંબી યાત્રાનું આયોજન પણ થઇ શકે છે. ભાઈ-બહેન સાથે સારો સમય વ્યતીત થશે અને તેમના દ્વારા લાભ પણ થશે.

નેગેટિવઃ- મનમાં નેગેટિવ વિચાર આવવાથી નિરાશા અનુભવ કરશો. જમીન-મકાન વાહન ખરીદવાથી બચો. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી પર સંયમ રાખો. ભાગ-દોડમાં થાક લાગી શકે છે.

લવઃ- નાની સમસ્યાઓને લઇને મોટી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લોકોનો ભરપૂર સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીનો શિકાર બની શકો છો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કારોબારમાં ધનલાભ અને નોકરીમાં પદોન્નતિના યોગ છે. આકસ્મિક ધનલાભ થશે. સાર્વજનિક જીવનમાં માન-સન્માન વધશે. જીવનસાથી સાથે આજે વધારે સમય વિતાવી શકો છો. કાર્યોમાં સફળતા મળશે.

નેગેટિવઃ- કાર્યોમાં આશાનુરૂપ સફળતા ન મળવાથી મન નિરાશ રહી શકે છે અને માનસિક સ્થિતિ દુવિધાપૂર્ણ રહેશે. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે વડીલોની સલાહ લો.

લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- વેપારને લઇને યાત્રા થઇ શકે છે
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પરિવારજન સાથે સારો સમય વિતશે. શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળશે. મિત્ર તથા સ્નેહીજનો પાસેથી ભેટ મળવાથી આનંદમાં રહેશો.

નેગેટિવઃ- કારોબારમાં આર્થિક લાભની સ્થિતિ રહેશે, પરિશ્રમ વધારે કરવો પડશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો.

લવઃ- પતિ-પત્નીમાં મતભેદ થવાના કારણે પારિવારિક જીવન ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સામાન્ય રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે. લગ્નના ઉત્સુક યુવકોને જીવનસાથી મળવાના યોગ છે. સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો, જેથી સમાજમાં યશ-કીર્તિ મળશે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે. બિનજરૂરી ધન ખર્ચ થવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખવો.

લવઃ- પતિ-પત્ની સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરવો.
વ્યવસાયઃ- કારોબારમાં સારો લાભ મળશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દાંપત્ય જીવન ખુશહાલ રહેશે અને પરિજનોનો પણ સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકશો, જેથી સમાજમાં પ્રતિષ્ઠા વઘશે. ઘરમાં કોઇ શુભ પ્રસંગના આયોજનની સંભાવના છે.

નેગેટિવઃ- સ્વભાવમાં ગુસ્સો અને આવેશ રહેશે, જેથી કોઇ સાથે ઉગ્ર વિવાદ થઇ શકશે. ધન વધારે ખર્ચ થશે. સંતાનોની ચિંતા પણ વધારે રહેશે.

લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે.
વ્યવસાયઃ- નોકરી માટે દિવસ સારો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નોકરિયાત લોકો ઉપર ઉચ્ચ અધિકારી મહેરબાન રહેશે અને તમારી કાર્યશૈળીથી તમે તેમને પ્રભાવિત કરી શકશો. પરિવારમાં પરિસ્થિતિ તમારી અનુકૂળ રહેશે. પરિજનોનો પણ ભરપૂર સહયોગ મળશે.

નેગેટિવઃ- વિના કારણે કોઇ સાથે વિવાદમાં પડશો નહીં. સંતાનની સમસ્યાઓ તમને ચિંતામાં મુકશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થવાથી નિરાશાનો સામનો કરવો પડે.

લવઃ- પ્રેમી સાથે સંબંધ મધુર થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વાતાવરણ સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક રૂપથી તમે સ્વસ્થ અનુભવ કરશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સાહિત્ય લેખન તથા કળાક્ષેત્રમાં યોગદાન કરી શકો છો. કાર્ય સ્થળ ઉપર સાથીનો સહયોગ મળી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદદાયી રહેશે. પરિજનો સાથે પિકનિક અથવા કોઇ યાત્રા પર જઇ શકો છો.

નેગેટિવઃ- નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે, પરંતુ મહિલા વર્ગથી સંભાળીને રહેવું. વિદ્યાર્થીઓએ પરેશાની ભોગવવી પડી શકે છે.

લવઃ- આજે તમારું મન પ્રસન્ન રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આશા પ્રમાણે સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- તમારું શરીર અને મન ચિંતામુક્ત રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- નોકરીમાં તમને સહકર્મીઓ પાસેથી સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી યશ, કીર્તિમાં વધારો થશે. વડીલો તથા મિત્રો સાથે તમારો દિવસ આનંદમાં વિતશે. ઘર અને કાર્યસ્થળમાં વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ- પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. ખાસ મામલાઓમાં નિર્ણય લેવો મુશ્કેલ રહેશે. કામકાજનો વધારો થશે. માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ કરશો.

લવઃ- દાંપત્ય જીવનમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં ધનલાભના યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કારોબારમાં આર્થિક લાભ મળશે. અટકાયેલાં કાર્યોમાં ગતિ મળશે અને નવું કામ પણ શરૂ કરી શકો છો. પરિશ્રમ વધારે રહેશે. બધા જરૂરી કામ સરળતાથી પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખવો. નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો. નેગેટિવ વિચારોથી દૂર રહો. ધન વધારે ખર્ચ થશે.

લવઃ- મનમુટાવના કારણે પ્રેમીઓએ અલગ થવાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગ અને સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધી બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બહાર ફરવાનો કાર્યક્રમ બનશે. મોટાભાગનો સમય મિત્રો સાથે વિતશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. સંતાન સુખ અને આર્થિક સહયોગ પણ મળી શકે છે.

નેગેટિવઃ- વાણી અને વ્યવહારમાં સંયમ રાખો, નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો. આર્થિક યોજનાઓના કારણે પરેશાની રહેશે. કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.

લવઃ- પ્રેમીઓ વચ્ચે સંબંધ મધુર બનશે.
વ્યવસાયઃ- કારોબારમાં ધનલાભ અને નોકરીમાં પદોન્નતિના યોગ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 755

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 726

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 685

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 810

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 679

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 787

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 622

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 690

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 633

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 658

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 577

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 658

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 624

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 615

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 598

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 632

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 635

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 581

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 623

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 562

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 644