રિયલમી સાથે મળી સસ્તાં 4G સ્માર્ટફોન લાવશે રિલાયન્સ જિયો, અન્ય કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 14:16:53
  • Views : 587
  • Modified Date : 2020-12-10 14:16:53

    રિલાયન્સ જિયો સસ્તાં 4G સ્માર્ટફોન અને અન્ય કનેક્ટેડ ડિવાઈસ લોન્ચ કરવા માટે રિયલમી સહિત અનેક કંપનીઓ સાથે કામ કરી રહી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2020માં રિલાયન્સ જિયોના ડિવાઈસ એન્ડ મોબિલિટીના પ્રેસિડન્ટ સુનીલ દત્તે જણાવ્યું કે, 2G હેન્ડસેન્ટનો ઉપયોગ કરી રહેલાં લોકોને 4G અથવા 5G પર અપગ્રેડ કરાવવા માટે સસ્તાં ડિવાઈસ ઉપલબ્ધ કરાવાની આવશ્યકતા છે. સુનીલ દત્તે કહ્યું કે, એક ઓર્ગેનાઈઝેશ કરીકે રિલાયન્સે પહેલાં સસ્તાં જિયોફોનનાં માધ્યમથી 4G કનેક્ટિવિટીનો લાભ આપ્યો. અન્ય 4G ડિવાઈસ માટે કંપની રિયલમી અને અન્ય કંપનીઓ સાથે કામ કરી રહી છે. જિયો સ્માર્ટફોન સેગમેન્ટ સિવાય અન્ય કનેક્ટેડ ડિવાઈસ લોન્ચ કરવા માટે પણ વિચાર કરી રહી છે.

    રિયલમીના CEO માધવ શેઠે કહ્યું કે, 5G ભવિષ્યમાં ઈનોવેશન માટે અવસર આપશે અને તે સ્માર્ટફોન સુધી જ સીમિત નહિ રહે. મેક્સિમમ લોકો સુધી 5G પહોંચાડવા માટે ચિપસેટની મહત્ત્વની ભૂમિકા રહેશે. 5G માટે ગ્લોબલ ટ્રેક સાથે ભારત સાચા ટ્રેક પર ચાલી રહ્યું છે તેમાં મીડિયાટેકની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. માધવ શેઠે કહ્યું કે, અમે હાર્ડવેર મેકર્સ છીએ. મને લાગે છે કે લોકોની ક્ષમતા પ્રમાણે નક્કી કરાયેલી કિંમતના મેક્સિમમ 5G ડિવાઈસ પહોંચાડવા એ આપણી જવાબદારી છે. આ કામ ડિવાઈસની ટેક્નોલોજી સાથે કોમ્પ્રોમાઈઝ વગર કરવાનું છે. ચિપસેટ મેન્યુફેક્ચર કંપની મીડિયાટેક ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અંકૂ જૈને કહ્યું કે, કંપનીએ મહામારી દરમિયાન ડિજટલ ટેક્નોલોજીને મજબૂતી સાથે અડોપ્ટ કરી છે.


Download Our B K News Today App



Related News