મા અંબે જગત જનની ના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે તૈયારીઓ શરૂ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 17:07:45
  • Views : 1087
  • Modified Date : 2020-01-08 17:10:03

.મા અંબે જગત જનની ના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે તૈયારીઓ શરૂ...51 શક્તિપીઠ ધરાવતું અંબાજી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે જગત જનની માં અંબેનો પ્રાગટ્ય દિન ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તારીખ 10 નાં રોજ યાત્રાધામ અંબાજી ખાતે ઉજવણી થનાર છે જેના ભાગરૂપે હાલ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ સ્થાન રહેલું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગદીશ ખ્યાત જગત જનની મા અંબાના ધામમાં દર વર્ષે પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે મા અંબાનો પ્રાગટ્ય દિન જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમતેમ માઈ ભક્તો માં ઉત્સાહ વધી રહ્યો છે અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ માં અંબે ના પ્રાગટ્ય દિન નાં દિવસે ઉજવાતા કાર્યક્રમો ની તૈયારી માં લાગી ગયા છે 10 તારીખના દિવસે અંબાજી મંદિર ખાતે હોમ ,હવન ,પૂજા ,અર્ચના સહિત સવારે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા માં અંબે ની મૂર્તિ ને ગજરાજ પર વિરાજમાન કરાવી, નાશિક ઢોલ,બગી,ધજા,માં ની અખંડ જ્યોત, રાજસ્થાની નુત્ય, અને વિવિધ જાખીયો સાથે શક્તિ દ્વારથી શોભાયાત્રા નીકળી અંબાજી ગામ ના તમામ માર્ગો પર ફરી શોભાયાત્રા માતાજીના મંદિરે પરત પોંચે છે શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ માતાજીના નીજ મંદિરે ધજા ચડાવી અને અંબાજી ગામ ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મા અંબાના ચાચરચોકમાં કરાયો છે આ વિવિધ આયોજનો ને લઇ અંબાજી ગામમાં અંબાજી મંદિર વહીવટીતંત્ર અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની મીટીંગ પણ ચાલી રહી છે અને મંદિરમાં હાલ સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને ટેન્ટ વ્યવસ્થા સ્ટેજ વ્યવસ્થા અને વિવિધ વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ના  સ્વયંસેવકો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓમાં જોડાઈ ગયા છે

 


Download Our B K News Today App



Related News