1500 વર્ષ પછી ચૈત્ર મહિનામાં બની રહ્યો છે અતિદુર્લભ સંયોગ, આ રાશિના લોકોને મળશે પૈસા-પ્રમોશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 12:59:57
  • Views : 722
  • Modified Date : 2022-03-30 12:59:57

હિન્દુ નવુવર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે શરૂઆત

આ નવા વર્ષના રાજા શનિ અને મંત્રી ગુરૂ હશે

ગ્રહોનો શુભ સંયોગ અંદાજે 1500 વર્ષ બાદ બની રહ્યો છે 

હિન્દુ નવુવર્ષ સંવત 2079ની શરૂઆત દુર્લભ સંયોગમાં થઇ રહી છે

 

આ વખતે હિન્દુ નવુવર્ષ સંવત 2079ની શરૂઆત એવા દુર્લભ સંયોગમાં થઇ રહી છે, જે દોઢ હજાર વર્ષમાં બની છે. હિન્દુ પંચાગ મુજબ, આ નવાવર્ષના રાજા શનિ અને મંત્રી ગુરૂ હશે. જ્યારે શનિ રાજા અને ગુરૂ મંત્રી હોય છે તો દેશમાં ઉત્પાત અને અવ્યવસ્થા વધે છે. આ સાથે ધાર્મિક કાર્ય વધે છે અને શિક્ષણનુ સ્તર ઉપર આવે છે. આ વખતે હિન્દુ નવા વર્ષના પ્રારંભે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ ફક્ત રોચક નહીં પરંતુ દુર્લભ રહેશે. આવી સ્થિતિ 1500 વર્ષ બાદ બની રહી છે. નવા વર્ષના પ્રારંભે રેવતી નક્ષત્ર અને ત્રણ રાજયોગ બની રહ્યાં છે. આ સિવાય નવા વર્ષના પ્રારંભે મંગળ તેની ઉચ્ચ રાશિ એટલેકે મકરમાં, રાહુ-કેતુ પણ તેની ઉચ્ચ રાશિ (વૃષભ અને વૃશ્વિકમાં)માં રહેશે. તો શનિ તેની રાશિ મકરમાં રહેશે. જેના કારણે હિન્દુ નવાવર્ષની કુંડળીમાં શનિ-મંગળની યુતિ થવાનો શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય મુજબ, હિન્દુ નવા વર્ષના શુભ અવસરે ગ્રહોનો શુભ સંયોગ અંદાજે 1500 વર્ષ બાદ બની રહ્યો છે.

 

આ રાશિના જાતકોને થશે ફાયદો

હિન્દુ નવાવર્ષે બની રહેલો દુર્લભ યોગનો ફાયદો મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને મળી શકે છે. આ લોકોને આ યોગ પૈસા અને પ્રગતિ અપાવશે. તેમને કોઈ સારા સંકેત પણ મળી શકે છે. રોકાણથી સારું ફળ પણ મળશે. તો દેશની વાત કરીએ તો આ વર્ષે લોકોના કલ્યાણ માટે યોજનાઓ બનશે અને તેના પર કામ પણ થશે. ઘણા લોકો માટે આ વર્ષ જીવનમાં મોટા ફેરફાર લાવનારું સાબિત થઇ શકે છે.

 

 

Download Our B K News Today App



Related News