જન્માષ્ટમી પર ધોનીનો હટકે અંદાજ વગાડી વાંસળી,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 16:01:33
  • Views : 678
  • Modified Date : 2019-08-24 16:01:57

દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ધોનીનો વાંસળી વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. ધોનીની વાંસળી પકડવાની સ્ટાઈલ અને તેમાંથી નીકળતા રાગને સાંભળીને લાગી રહ્યું છે જાણે તેઓએ પહેલાં પણ વાંસળી વગાડી હશે. વાંસળી વગાડતી સમયે ધોનીએ આંખો પર કાળા ગોગલ્સ પહેર્યા હતા અને સાથે ટીમ ઈન્ડિયાના લોગો વાલી કેઝ્યુઅલ ટીશર્ટ પહેરી હતી. આ વીડિયોમાં પાછળની તરફ ટીમ ઈન્ડિયાના કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. જો કે વીડિયો બનાવનારાનું ફોકસ માહી પર જ હતું. ધોનીનો વાંસળી વગાડતો આ 7 સેકંડનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેના પર હાલ સુધી 1000 લાઈક્સ આવી ચૂક્યા છે. 


Download Our B K News Today App



Related News