વૃષભ રાશિના જાતકોને કામમાં સફળતા અપાવશે, કર્ક રાશિના જાતકોની મુશ્કેલી વધારશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 19:28:22
  • Views : 824
  • Modified Date : 2019-07-17 19:28:22

ગ્રહોના રાજા સૂર્ય જ્યારે કર્ક રાશિમાં પ્રવેશે છે ત્યારે તેનો વિશેષ પ્રભાવ જન માનસપર પડતો હોય છે. સવારે 4.50 કલાકેથી ભૂવન ભાસ્કર તેની વર્તમાન મિથુન રાશિને છોડીને કર્ક રાશિમાં પ્રવેશ્યો છે. એક મહિના સુધી ભૂવન ભાસ્કર કર્ક રાશિમાં જ સંચરણ કરશે. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો પર આ ગોચરની શું અસર થશે તે અંગે જાણીતા જ્યોતિષ પંડિત નર્મદેશ્વર શાસ્ત્રીએ દર્શાવેલી હકીકત અહીં પ્રસ્તુત છે.

મેષ રાશિ સૂર્ય ચતુર્થ રાશિમાં ગોચર કરશે. 10 ભાવ પર સૂર્ય હોવાથી આ રાશિના જાતકો માટે આ સમય ખાસ બની રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને માતાની તબિયત ઉપર સૂર્ય વધુ પ્રભાવી થઈ શકે છે. પરિવારમાં તણાવની સ્થિતિ પેદા કરી શકે છે. જમીન અને વાહન સંબંધી સમસ્યા ઊભી થઈ શકે છે.

સરકારી નોકરી કરતા લોકો માટે આ સમય વિશેષ ફાયદો કરાવી શકે છે. નોકરીમાં બદલી કરાવવાની તક મળે અથવા બઢતીની તક પણ મળશે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું.

ઘઉંનું દાન કરવું.
---------
વૃષભ રાશિ -સૂર્ય પરાક્રમ ભાવ સાથે સંચરણ કરતો હોવાથી કોઈપણ નવું સાહસ કરતાં તેમાં વૃદ્ધિ થવાની સંભાવના દર્શાવે છે. હાથ પર લીધેલા કામ પૂર્ણ થશે. આ સમયે તમારામાં કામ કરવા માટે અસિમિત ઉર્જા શક્તિ હશે. આ સમયે વિરોધીઓ તમારી સામે નત મસ્તક થશે. ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું. કારણકે આ એવો સમય છે કે, દરેક જગ્યાએ તમારો સિક્કો ચાલશે.

હાલ ચાતુર્માસ ચાલતો હોવાથી માંગલિક કાર્યો કરવા તો મુશ્કેલ બનશે પરંતુ કેટલાંક શુભ કાર્યો જે આપના હાથે પૂર્ણ થઈ શકે છે. યાત્રાનો પણ યોગ રહેલો છે. જે આપને ફાયદો કરાવી શકે છે.

--------

મિથુન રાશિ -સૂર્ય ધન ભાવમાં સંચરણ કરશે. વાણીનો પ્રભાવ રહી શકે છે. આપ કઠોર બોલશો પણ સત્ય બોલશો. આપની વાણીના કારણે લોકો નારાજ પણ થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ વાદ-વિવાદ હોય તો પ્રયત્ન કરવાથી સફળતા તમારા પક્ષે આવી શકે છે. પરિવારમાં કોઈ મતભેદ હોય તો આપના પ્રયત્નોથી પરિવાર એક થઈ શકે છે. કુટુંબને જોડવા માટે આપની પાસે આ સારો સમય છે. ધન સંચય થવાનો યોગ છે.

આર્થિક પક્ષ મજબૂત થવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની આવી શકે છે. ખાસ કરીને આંખોની વધુ કાળજી રાખવી. અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. જો નશો કરવાની કુટેવ હોય તો રવિવારે નશો કરવાનું ટાળો અને પિતાનું સન્માન જાળવો.

--------

કર્ક રાશિ -સૂર્ય લગ્નમાં હોવાથી આપના વ્યક્તિત્વમાં ચમક આવશે. સાથે સ્વભાવમાં ચિડિયાપણું આવી શકે છે. વાણી કડવી થઈ શકે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની આવી શકે છે. હાડકાંના દર્દની ફરિયાદ આવી શકે. હૃદય સંબંધિત બીમારી વાળા લોકોએ ખાસ સંભાળવું. તમારો સ્વભાવ ન હોવા છતાં ક્રોધમાં વધારો થઈ શકે. છતાં સમાજમાં વર્ચસ્વ બનાવવાની તક છે. નેતૃત્વ કરી શકો છો. ક્રોધથી નહીં પણ વિવેકથી કામ લેવું. પરિવારમાં કોઈ મતભેદ હોય તો તમે નેતૃત્વ કરો. પ્રયત્નોથી પરિવાર એક થઈ શકે છે.

જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તેની વાતોને નકારવી તમારા માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ છે. ખોટા વિચારો અને કામોમાં સમય બગાડવા કરતાં પોતાની જાતને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહો. નોકરિયાત વર્ગ માટે પણ સમય સારો છે. તમારી ક્ષમતાનો ઉપયોગ કરી વધુ સારા કાર્યો કરી શકો છો.

મંદિરમાં ઘઉંનું દાન કરો અથવા કોઈ લાલ રંગની ગાય દેખાય તો હાથમાં રાખેલા ઘંઉ તેને ખવડાવો. જમીન પર નાખવા નહીં. 
-----

સિંહ રાશિ -સૂર્ય વ્યય ભાવમાં જઈને બેઠો હોવાથી આપના માટે તે રાશિપતિ છે. આંખો સંબંધિત સમસ્યા આવી શકે છે. પુરુષોની ડાબી આંખનું ધ્યાન રાખવું. સ્ત્રી ઓએ જમણી આંખનું ધ્યાન રાખવું. આ મહિનો સંઘર્ષમય બની શકે છે. ખર્ચ વધી શકે છે.

વિદેશ યાત્રાનો યોગ છે. જન્મ સ્થળથી દૂર જઈને કંઈક કરવા માંગતા લોકો માટે ઉત્તમ સમય. દુશ્મન પણ તમારી સામે નતમસ્તક થઈ શકે છે. કોર્ટ કચેરી સંબંધિત કોઈ મેટર છે તો તેમાં પણ તમારો વિજય નિશ્ચિત છે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. નશો કરીને વાહન ચલાવનારા માટે નુકશાન ભોગવવું પડી શકે છે. લડાઈ - ઝઘડાથી દૂર રહેવું.

જમણા હાથમાં તાંબાનું કડું પહેરવું.

---

કન્યા રાશિ -સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ જ લાભદાયી છે. સૌથી વધુ ધનલાભ થવાની શક્યતા છે. ડૂબોલા નાણાં પણ પરત મળવાની સંભાવના છે. વિદેશમાં વેપાર વિસ્તરણ કરવા માટે પણ આ સારો સમય છે. ઘરમાં નાના બાળકો હોય તો તેના પર ખાસ ધ્યાન રાખવું. જેથી તેમનાં વ્યક્તિત્વમાં વિશેષ વિકાસ કરી શકાય. ગર્ભવતી મહિલા ઓએ સંભાળીને રહેવું.

પેટ સંબંધિત તકલીફો આવી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય સારો નથી. ઉતાર-ચઢાવ ની શક્યતાઓ રહેલી છે. વિચ્છેદ ની સ્થિતિ પણ આવી શકે છે.

નોકરીમાં વૃદ્ધિનો યોગ છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લોકો માટે વધુ ફાયદાકારક છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાનો યોગ રહેલો છે.

---
તુલા રાશિ -

સૂર્ય દશમ ભાવમાં સંચરણ કરી રહ્યો છે. આ સમય આપના માટે સુખદ રહેશે. કાર્ય ક્ષેત્રમાં ઝડપી વિકાસ થશે. હાથ પર લીધેલા કામો પૂર્ણ થશે. પદોન્નતિ માટે ઉત્તમ સમય. સાથી કર્મીઓ તમારી પ્રસંશા કરશે. જમીન-વાહન સંબંધિત કાર્ય કરવા માંગતા હોય તો તે સફળ થશે.

ઘરમાં અણબવાન વાળુ વાતાવરણ સર્જાઇ શકે છે. પિતાનુ હંમેશાં સન્માન કરો. સાવધાનીથી કામ લેવું. સૌને સાથે લઈને ચાલશો તો ઘરનું વાતાવરણ જળવાઈ રહેશે.

તાંબાનું કડું જમણા હાથમાં ધારણ કરી શકો છો.

-----

વૃશ્ચિક રાશિ-સૂર્યનું સંચરણ ભાગ્યભાવમાં થઈ રહ્યું છે. રાજયોગ બનતો હોવાથી ધર્મમાં આસ્થા વધશે. તીર્થયાત્રાનો યોગ છે. ધનનો સદઉપયોગ કરવો હોય તો તમારા ખર્ચે માતા-પિતાને તીર્થયાત્રા પર મોકલી શકો છો. દાન પુણ્ય સાથે માતા-પિતાની સેવા કરો.

સમાજમાં માન સન્માન વધશે. તમે લોકપ્રિય બનતા જશો. પરિવારમાં પણ માન વધશે. લોકો તમારી સલાહ લઈ શકે છે. પરિવારમાં મતભેદ હોય તો તેને સુધારવા માટે પ્રયત્ન કરશો તો સફળતા મળશે.

હાથમાં ઘઉં લઈને ગાયને ખવડાવો.

---

ધન રાશિ -સૂર્ય અષ્ટમ ભાવમાં સંચરણ કરતા હોવાથી થોડી સાવધાની રાખવાની રહેશે. ભાગ્યનો સાથ ઓછો મળશે. બનતુ કામ છેલ્લે બગડી શકે છે. કોઈપણ કામ સાવધાનીથી કરવું. સંયમ સાથે કામમાં પારદર્શિતા રાખવી પડશે. કામ ઈમાનદારીથી કરશો તો સફળતા જરૂર મળશે.

હૃદયની બિમારી વાળા લોકોએ ખાસ ધ્યાન રાખવું. અન્ય લોકોએ અકસ્માતથી સાવધાની રાખવી. પિતાની સાથે મતભેદ કરવાન નહીં. દાંપત્ય જીવનની સમસ્યાને નિવારવા પ્રયત્ન કરો. કુંવારા લોકો માટે માગું આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. અભ્યાસમાં ધ્યાન આપવું. સૂર્યોદય પછી ઉંઘવાની આદત હોય તો આ મહિના પુરતી તેને ટાળવી.

મહિલા અને પુરૂષ બંને તાંબાનું કડું જમણા હાથમાં પહેરી શકે છે.

-------

મકર રાશિ -સૂર્ય અષ્ટમ ભાવમાં હોવાથી પરેશાની આવી શકે છે. દાંપત્ય જીવનમાં પરેશાની લાવી શકે છે. ધંધો પાર્ટનરશિપમાં કરતા હોય તો મતભેદ થવાની પણ સંભાવના છે. વ્યક્તિત્વમાં ઉગ્રતા અથવા ઘમંડ આવી શકે છે. પોતાના ઉપર કાબૂ રાખવો. વાણી ઉપર પણ નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ પણ સાવધાન રહેવું. અભ્યાસ સિવાય ઈતર પ્રવૃત્તિમાં વધુ સમય વેડફાશે.

લગ્ન સંબંધી કોઈ સમસ્યા હોય અથવા ડિવોર્સની પરિસ્થિતિ હોય તો તે તૂટવાની સંભાવના છે. સૂર્યોદય પછી ઉંઘવાનું ટાળો. રવિવારે મધ્યપાન અને માંસાહાર કરવો નહીં.

મંદિરમાં ઘંઉનું દાન કરવું અથવા ગાયને હાથથી ઘઉં ખવડાવવા. 
---

કુંભ રાશિ -

સૂર્યનું અગોચર આ રાશિ માટે સારું છે. દુશ્મનો સાથે સમાધાન થઈ શકે છે. કોર્ટ-કચેરીના અટવાયેલા કામ પૂર્ણ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. હૃદયની બીમારી વાળા લોકોએ ધ્યાન રાખવું. આંખો સંબંધિત તકલીફ થઈ શકે છે.

દાંપત્ય જીવનમાં પણ તકલીફ આવી શકે છે. ડિવોર્સની સ્થિતિમાં મેટર કોર્ટ કચેરી સુધી જઈ શકે છે. વિદેશમાં ધંધો - રોજગાર વધારવા માંગતા હો તો આ સમય સારો છે. સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા લોકો માટે પણ આ સારો સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.

---

મીન રાશિ -

સૂર્ય પંચમ સ્થાન પર બેઠો છે. વિદ્યાર્થીઓ માટે આ સમયે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. અભ્યાસમાં મન નહીં લાગે. ઇતર પ્રવૃત્તિમાં મન ભટકશે પરંતુ શિક્ષકો અને સિનિયર પાસેથી મદદ માંગવી જોઈએ.

પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો નથી. મતભેદ આવી શકે છે.

વાણી અને ક્રોધ ઉપર કાબુ રાખવો પડશે. નાના બાળકો અને ગર્ભવતી મહિલા ઓએ ખાસ ધ્યાન રાખવું. ઘરમાં નાના બાળકોનો સ્વભાવ ચિડિયો થઈ શકે છે. પેટને લગતા રોગો પરેશાન કરી શકે છે. એક મહિના સુધી બહારનું ખાવાનું ટાળો. ફસાયેલા નાણા મળવાની સંભાવના છે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 755

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 726

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 685

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 811

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 679

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 787

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 623

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 691

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 633

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 659

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 578

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 658

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 624

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 615

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 598

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 633

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 636

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 582

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 624

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 563

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 645