વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 786 અંક ઘટી 50,103 પર પહોંચ્યો; મારુતિ સુઝુકી, એક્સિસ બેન્કના શેર ઘટ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 12:39:10
  • Views : 388
  • Modified Date : 2021-02-22 12:39:10

    વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવના પગલે ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 12.27 કલાકે સેન્સેક્સ 786 અંક ઘટી 50103.58 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 192 અંક ઘટી 14789 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર લાર્સન, મારુતિ સુઝુકી, એક્સિસ બેન્ક, HDFC, M&M સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાર્સન 2.64 ટકા ઘટી 1468.00 પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી 1.79 ટકા ઘટી 7197.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, HDFC બેન્ક, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ONGC 2.57 ટકા વધી 107.80 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.76 ટકા વધી 1565.95 પર કારોબાર કરી રહ્યો છે.

    એક્સચેન્જ પર 2510 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે, એમાંથી 1131 શેર વધારા અને 1245 ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 203.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે એ 203.98 લાખ કરોડ રૂપિયા હતી.દેશમાં આર્થિક સુધારા અને બજેટથી બનેલા સેન્ટિમેન્ટને કારણે રોકાણકારોએે જોરદાર રોકાણ કર્યું છે. ડિપોઝિટરીઝના ડેટા મુજબ, 1-19 ફેબ્રઆરીની વચ્ચે ફોરેન પોર્ટફોલિયા ઈન્વેસ્ટર્સ(FPI)એ 24965 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઈક્વિટી માર્કેટમાં 24204 કરોડ રૂપિયા અને ડેટા કે મની માર્કેટમાં 761 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

   ગ્લોબલ માર્કેટમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 187.08 અંક અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 67.27 અંક પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં યુરોપ અને અમેરિકાનાં શેરબજારો પણ ફ્લેટ બંધ થયાં હતાં.શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 434 અંકના ઘટાડા સાથે 50,889.76 પર અને નિફ્ટી 137 અંક ઘટી 14,981.75 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 118.75 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1,174.98 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.


Download Our B K News Today App



Related News