ગુજરાતમાં ભાવનગરમાં સૌથી વધુ 87 રૂપિયા ભાવ થવા આવ્યો, અમદાવાદ ત્રીજા નંબરે; રાજસ્થાનમાં 100ની નજીક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 12:49:25
  • Views : 375
  • Modified Date : 2021-02-13 12:49:25

    સરકારી ઓઈલ કંપનીઓએ આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યો છે. પેટ્રોલના ભાવ 25-30 પૈસા સુધી વધારવામાં આવ્યા છે, સાથે જ ડીઝલના ભાવમાં 35 પૈસા સુધીનો વધારો થયો છે. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલ 98.98 રૂપિયા અને ડીઝલ 90.82 રૂપિયા પ્રતિ લીટર છે. સાથે જ મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 97.05 રૂપિયા અને ડીઝલ 86.44 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

    આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ 88.44 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 78.74 રૂપિયા પર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 94.93 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 85.70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં આ 7મી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે.તો આ તરફ ગુજરાતના ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો છે ત્યારે ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં ભાવેણાવાસીઓ પેટ્રોલ-ડીઝલના સૌથી વધુ દામ ચૂકવે છે. આજે જ ભાવ જોઇએ તો આઇઓસી કે ભારત પેટ્રોલયીમના ભાવ ભાવનગરમાં એક લિટરના રૂા.86.70 છે તેની સામે વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.84.77 છે. એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો વધારો

* ગુજરાતના જુદા જુદા શહેરોમાં 1 લિટર પેટ્રોલનો ભાવ

ભાવનગરરૂા.86.70
રાજકોટરૂા.85.16
અમદાવાદરૂા.85.38
સુરતરૂા.85.39

ભાવનગર શહેરમાં 2020ના વર્ષના આરંભે પેટ્રોલના એક લિટરનો ભાવ રૂા.68 હતો તે આજે એક વર્ષ બાદ વધીને 86 રૂપિયા થઇ ગયો છે આમ, કોદરોનાની મંદીના આ એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો આસમાની વધારો થયો છે.

 * મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ

શહેરપેટ્રોલ(રૂપિયા/લિટર)ડીઝલ(રૂપિયા/લિટર)
દિલ્હી88.4478.74
મુંબઈ94.9385.70
ચેન્નાઈ90.7083.86
ભોપાલ96.37

86.84

નોઈડા87.2879.16
જયપુર94.8487.02
પટના90.8483.95
ચંદીગઢ85.1178.45

 * 44 દિવસમાં જ 17 વખત ભાવ વધ્યા
ફેબ્રુઆરીમાં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 વખત ભાવ વધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 2.14 રૂપિયા અને ડિઝલ 2.26 મોઘું થયું છે. આ પહેલા જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા છે. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં 2.59 રૂપિયા અને ડિઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો.

સરકારે રાહત આપવાનો ઈન્કાર કર્યો
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું હતું કે, પેટ્રોલ અને ડિઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે. રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, સરકાર પાસે પેટ્રોલ અને ડિઝલ પર લાગતા ટેક્સને ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ વધારવો અથવા ઓછો કરવો સરકારની જરૂર અને માર્કેટની સ્થિતિ પર નિર્ભર કરે છે.

દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. દરરોજના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ના કસ્ટમર RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર, BPCL ગ્રાહક, RSP લખીને 9223112222 નંબર પર અને HPCL કસ્ટમર HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકો છો.


Download Our B K News Today App



Related News