2021ના જૂન મહિના પછી ઓલાનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થઈ શકે છે, 240 કિમી સુધીનું અંતર કાપી શકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 17:01:01
  • Views : 441
  • Modified Date : 2021-03-09 17:01:01

    ઓલા ઇલેક્ટ્રિકે ઇન્ડિયન માર્કેટ માટે તેનાં ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરની તસવીરો ઓફિશિયલી જાહેર કરી દીધી છે. આ સ્કૂટર તામિલનાડુમાં કંપનીના 500 એકર પ્લાન્ટમાં બનાવવામાં આવશે. કંપની સાઉથના રાજ્યમાં કૃષ્ણાગિરી જિલ્લામાં વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પ્લાન્ટ સ્થાપી રહી છે, જ્યાં ઓલા ડોમેસ્ટિક ડિમાન્ડ ઉપરાંત એશિયા, યુરોપ અને સાઉથ અમેરિકન માર્કેટને સપ્લાય કરવા માટે પણ વાર્ષિક 20 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બનાવશે.

    પ્લાન્ટના પ્રથમ તબક્કામાં આ વર્ષે જૂન સુધીમાં 20 લાખ યૂનિટ્સ બનાવવામાં આવશે. જો કે, વર્ષ 2022 સુધીમાં પ્લાન્ટની કુલ ક્ષમતા આશરે 1 કરોડ યૂનિટ થઈ જશે અને કંપનીનો અંદાજ છે કે, પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી દર બે સેકંડમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરનું પ્રોડક્શન થઈ શકશે. ગયા વર્ષના મધ્યમાં ડચ સ્થિત ઇટર્ગો બીવી ખરીદ્યા પછી ઓલાએ ઝીરો એમિશન સ્પેસમાં એન્ટ્રી કરીને પોતાના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવ્યા હતા અને ઓલાનું પહેલું સ્કૂટર ઇટર્ગો એપસ્કૂટર પર બેઝ્ડ હશે.

    અન્ડરપિનિંગ ઇટર્ગો એપસ્કૂટર જેવી જ હશે અને તેમાં સ્વેપેબલ હાઈ એનર્જી ડેન્સિટી બેટરી મળશે, જે 240 કિમી સુધીની રેન્જ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂટરને 0-45 કિમી કલાક દીઠની ઝડપે પહોંચવામાં ફક્ત 3.9 સેકંડનો સમય લાગશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 4G સપોર્ટ, બ્લૂટૂથ, વાઇફાઇ, નેવિગેશન, OTR અપડેટ, ફાઇન્ડ માય સ્કૂટર સહિત ઘણાં એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ હશે.સસ્પેન્શન માટે તેમાં ટેલિસ્કોપિક સિંગલ શોક હેડસ્ટોક અને હોરિઝોન્ટલી માઉન્ટેડ શોક અબ્ઝોર્બર સાથે હાઇડ્રોલિક 200mm ફ્રંટ ડિસ્ક અને 180mm રિઅર ડિસ્ક બ્રેક આપવામાં આવી શકે છે.

    ઓલાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર વર્ષ 2021ના જૂન મહિના પછી લોન્ચ થઈ શકે છે અને ગ્રાહકોને આકર્ષવા માટે તેની કિંમત ઘણી અગ્રેસિવ હોઈ શકે છે. તેને લોન્ચ કરવા માટે આનાથી વધુ સારો સમય નહીં હોઈ શકે કારણ કે, આ સમયે પેટ્રોલ વધતી કિંમતને ધ્યાનમાં રાખીને લોકો બેટરી પાવર્ડ વ્હીકલ્સ તરફ વળી રહ્યા છે.

Download Our B K News Today App

Related News