RBIએ રેપો રેટ 4% યથાવત્ રાખ્યો, હોમ-ઓટો લોન સસ્તી નહીં થાય; 2021-22 માટે GDPમાં 10.5%ના ગ્રોથનું અનુમાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 12:19:47
  • Views : 337
  • Modified Date : 2021-02-05 12:19:47

    ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની મૌદ્રિક નીતિ કમિટી(MPC)એ રેપો રેટ 4 ટકા યથાવત્ રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે માહિતી આપી છે. તેમણે 2021-22 માટે GDPમાં 10.5 ટકાના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ અંગે આજે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ થશે. છ સભ્યવાળી MPCની બેઠક બુધવારે 3 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.જાણકારોને પહેલાં આશા હતી કે RBI રેપો રેટમાં કાપ મૂકવાથી બચશે. રેપો રેટનો અર્થ RBI દ્વારા બેન્કોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે. ખાસ વાત એ છે કે એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ 2021-22 બાદ RBIની આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બેન્કે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યારસુધીના રેપો રેટમાં કુલ 115 બેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે.

    MPCએ અગાઉની 3 બેઠકમાં પણ પ્રમુખ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલ રેપો રેટ 4 ટકા છે, જે 15 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે. બીજી તરફ RBIએ રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત્ રાખ્યો છે. આ દર પર બેન્ક તેની પાસે જમા રકમને રિઝર્વ બેન્કને જમા કરાવે છે.RBIની નજર હાલ ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા પર છે. આ જ કારણે એક્સપર્ટ પહેલીથી જ એ વાતનો અંદાજો લગાવી રહ્યા હતા કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ, સાથે જ વ્યાજદરને પહેલાં કરતાં ઘણો ઘટાડવામાં આવ્યો છે. એને પગલે વ્યાજદર ઘટવાની આશા આ વખતે પણ ઓછી હતી.

    રિઝર્વ બેન્કે આગામી નાણાકીય વર્ષે 2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં એ 11 ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.RBI ગવર્નરે કહ્યું હતું કે ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધારો થયો છે, સાથે જ લોકોની ખર્ચ કરવાની ક્ષમતા એક વખત ફરી રિકવર થઈ રહી છે. તાજેતરમાં જ જે બજેટ રજૂ કરવામાં આવ્યું એનાથી રોકાણની સ્થિતિ સુધરે એવી શક્યતા છે. શક્તિકાંત દાસે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચની વચ્ચે મોંઘવારી દર 5.2 ટકા સુધી રહી શકે છે.


Download Our B K News Today App



Related News