પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડિઝલ પર 4 રૂપિયા એગ્રી સેસનો પ્રસ્તાવ, ઈન્સ્યોરન્સ સેક્ટમાં 74% સુધીની FDI.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-01 14:31:42
- Views : 454
- Modified Date : 2021-02-01 14:31:42
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. સરકારે પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા એગ્રી સેસ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે સાથે જ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં FDIની લીમીટ 49 ટકાથી વધારીને 74 ટકા કરી દેવામાં આવી છે. બજેટમાં મિડલ ક્લાસને કઈ મળ્યું નથી. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપવામાં આવી નથી. જોકે અપોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામા આવ્યો છે. જ્યારે 75 વર્ષથી વધારે ઉંમરના પેશન્સર્સને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવી છે.
આઝાદીની 75મી વર્ષગાંઠે અમે 75 વર્ષ અને એનાથી મોટી ઉંમરના સિનિયર સિટિઝન્સને રાહત આપવા માગીએ છીએ. તેમણે હવે IT રિટર્ન ભરવાની જરૂર નથી.અત્યારે ટેક્સ રિએસેસમેન્ટ 6 વર્ષ અને ગંભીર મુદ્દે 10 વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. એ હવે ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી રહ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં 50 લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો 10 વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ તેની મંજૂરી આપશે.85 હજાર કરોડ રૂપિયાના ટેક્સ ડિસ્પ્યુટ તાજેતરમાં જ સમાપ્ત થયા છે. ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી બનાવવામાં આવશે, 50 લાખ સુધીની આવક અને 10 લાખ સુધીની વિવાસ્પદ ઈન્કમવાળા લોકો આ કમિટીની પાસે જઈ શકશે. નેશનલ ફેસલેસ અપીલેટ ટ્રિબ્યુનલ બનશે.
અત્યારે જો ટર્નઓવર 1 કરોડથી વધારે થઈ જાય તો ટેક્સ ઓડિટ કરવાનું થશે. 95% ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનાર માટે આ છૂટ વધારીને ગઈ વખતે 5 કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. એને વધારીને હવે 10 કરોડ કરવામાં આવી રહ્યું છે.દરેક લોકો માટે ઘર પ્રાયોરિટીમાં છે. હોમ લોન પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ 31 માર્ચ 2022 સુધી રાખવામાં આવી છે.2021-22માં એગ્રિકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી એપીએમસીની પણ પહોંચ હશે. કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવાં શહેરોમાં 5 મોટાં ફિશિંગ હાર્બર બનાવાશે. તામિલનાડુમાં મલ્ટીપર્પજ સી-વિડ પાર્ક બનાવાશે.
વન નેશન, વન રેશન કાર્ડને 32 રાજ્યમાં મંજૂર કરવામાં આવશે. 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે.ઉજ્જવલા યોજનાના ફાયદો 1 કરોડ વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.NGO, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક શાળાઓની શરૂઆત થશે.લદાખમાં હાયર એજ્યુકેશન માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે.આદિવાસી વિસ્તારમાં 750 એકલવ્ય મોડલ શાળાની સુવિધાઓમાં સુધારા થશે.અનૂસૂચિત જાતિનાં 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35219 કરોડ રૂપિયા ખર્ચ થશે.આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પણ લવાશે.
ઈન્શ્યોરન્સ એક્સ 1938માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને 49%થી વધારીને 74% કરવામાં આવશે.IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. એ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. LIC માટે IPO પણ લાવવામાં આવશે.સરકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છુટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.ટ્રિશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાઇ વધારવામાં આવશેશહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશેનિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. એમાં 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે.
64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે.602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે.ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે ડેવલપમેન્ટ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટની જરૂરિયાત છે. એના માટે એક બિલ લાવવામાં આવશે. 20 હજાર કરોડ રૂપિયા એની પર ખર્ચવામાં આવશે, જેથી 5 લાખ કરોડ રૂપિયાના લેન્ડિંગ પોર્ટફોલિયોને 3 વર્ષમાં બનાવી શકાય.પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને મોનેટાઈઝ કરવા પર ધ્યાન આપવામાં આવશે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ થશે. એનું એક ડેશબોર્ડ બનશે, જેથી આ મામલાઓ પર નજર રાખી શકાય.
નેશનલ હાઈવેઝ ઓથોરિટીઝ પણ આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરશે. રેલવે પણ ફ્રેટ કોરિડોરને મોનેટાઈઝ કરશે. આગળ જે પણ એરપોર્ટ બનશે એમાં પણ મોનેટાઈઝેશન પર ધ્યાન આપવામાં આવશે.રેલવેએ નેશનલ રેલ પ્લાન 2030 બનાવ્યો છે, જેથી ફ્યુટર રેજી રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી કરી શકાય. જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરી શકાય. સોમનગર-ગોમો સેક્શન પીપીપી મોડમાં બનાવવામાં આવશે.ગોમો-દમકુની સેક્શન પણ આ રીતે બનશે. ખડગપુર-વિજયવાડા, ભુસાવળ-ખડગપુર, ઈટારસી-વિજયવાડામાં ફ્યુચર રેડી કોરિડોર બનાવવામાં આવશે. ડિસેમ્બર 2023 સુધી 100 ટકા બ્રોડગેજનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
વિસ્ટા ડોમ કોચ શરૂ થશે, જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલપ થશે.1.10 લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યા છે. 1.07 લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. 20 હજાર બસ તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે.702 કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. 27 શહેરોમાં કુલ 1016 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. ઓછા ખર્ચે ટિયર-2 શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.કોચીમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.બેંગલુરુમાં પણ 14788 કરોડ રૂપિયાના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રોલાઈન બનશે. નાગપુર 5976 કરોડ અને નાસિકમાં 2092 કરોડથી મેટ્રો બનશે.
બજેટના દિવસે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા 6 બજેટમાં 4 વખત બજાર નુકસાનમાં રહ્યું, જેમાંથી એક વચગાળાનું બજેટ પણ સામેલ હતું. ગત વર્ષે બજેટના દિવસે (1લી ફેબ્રુઆરી) બજાર 2.43% ઘટાડા સાથે બંધ થયું હતું.
Related News
માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી,...
- by B.K.NEWS DAINIK
- August 1, 2022, 11:49 am
- 284
નવા ખેલાડીઓ ભારતને રશિયન ઓઇલ સપ્લાય કરવા મેદાનમાં ઉતર્યા, ‘મોટા...
- by B.K.NEWS DAINIK
- July 29, 2022, 3:31 pm
- 324
19 જ દિવસમાં સરકારનો યુ-ટર્ન: પેટ્રોલ-ડીઝલ પરથી હટાવાયો Windfall Tax, જાણો કોને થશે...
- by B.K.NEWS DAINIK
- July 20, 2022, 10:54 am
- 336
મોદી સરકારે Work From Home માટે નવા નિયમોની કરી જાહેરાત, એક વર્ષ સુધી કરી શકાશે કામ,...
- by B.K.NEWS DAINIK
- July 20, 2022, 10:48 am
- 281
દેશમાં ઈંધણનું સંકટ : અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછતના...
- by B.K.NEWS DAINIK
- June 16, 2022, 12:03 pm
- 264
દેશમાં ટૂંક સમયમાં આવશે 5G: કેબિનેટે સ્પેક્ટ્રમ હરાજીને આપી મંજૂરી, 4G 10 કરતા...
- by B.K.NEWS DAINIK
- June 15, 2022, 12:17 pm
- 253
ઝટકો : રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો, ઇતિહાસમાં પહેલી વખત ડોલરની સામે 78 થી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 11:06 am
- 268
શેરબજારમાં રોકાણકારો ખાસ ચેતી જાજો : વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી,...
- by B.K.NEWS DAINIK
- June 10, 2022, 5:23 pm
- 359
લોન મોંઘી થશે : રેપો રેટ 0.50% વધીને 4.90% થયો; 20 વર્ષ માટેની 10 લાખની હોમ લોન પર લગભગ 300...
- by B.K.NEWS DAINIK
- June 8, 2022, 12:15 pm
- 306
જૂનની શરૂઆત થતાં જ થયા 5 મોટા બદલાવ: ઈન્શ્યૉરન્સથી લઈને EMI સુધી, જુઓ શું...
- by B.K.NEWS DAINIK
- June 1, 2022, 12:15 pm
- 294
ગ્રાહકોનું હિત ! શોપિંગ વેબસાઈટ્સ પર ફેક રિવ્યૂ લખનારની હવે ખૈર નહીં, સરકાર...
- by B.K.NEWS DAINIK
- May 28, 2022, 5:05 pm
- 293
સરકારે નાના વેપારીઓને આપી મોટી રાહત, જૂન સુધી રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થશે...
- by B.K.NEWS DAINIK
- May 27, 2022, 3:35 pm
- 280
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તેજીના સંકેત, સેન્સેક્સ 300...
- by B.K.NEWS DAINIK
- May 23, 2022, 11:12 am
- 283
માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના અબજો...
- by B.K.NEWS DAINIK
- May 19, 2022, 11:20 am
- 266
જનતા પર ફરી મોંઘવારીનો માર : દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો;...
- by B.K.NEWS DAINIK
- May 19, 2022, 11:09 am
- 283
ભારતે તાત્કાલિક ઘઉંની નિકાસ પર લગાવી રોક, જાણો કેમ મોદી સરકારે લીધો આવો...
- by B.K.NEWS DAINIK
- May 14, 2022, 11:25 am
- 329
ભારતીય અર્થતંત્ર : સ્ટોક માર્કેટથી લઈ ક્રીપ્ટોકરન્સી સુધી બધે જ રૂપિયાનું...
- by B.K.NEWS DAINIK
- May 14, 2022, 11:20 am
- 392
HDFC બાદ હવે સરકારી બેંકનો ગ્રાહકોને ઝટકો, આવતીકાલથી લાગૂ થશે આ...
- by B.K.NEWS DAINIK
- May 11, 2022, 12:48 pm
- 637
મોટો ધબડકો: પહેલી વાર ડોલરની સામે રૂપિયો રેકોર્ડ સ્તરે નબળો પડ્યો, 77.17ની...
- by B.K.NEWS DAINIK
- May 9, 2022, 1:15 pm
- 307
SOU બન્યું દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, જાણો દરરોજ કેટલા...
- by B.K.NEWS DAINIK
- May 8, 2022, 4:25 pm
- 266
સામાન્ય માણસને રડાવશે આ મોંઘવારી, આજથી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50...
- by B.K.NEWS DAINIK
- May 7, 2022, 10:52 am
- 316
શેર માર્કેટ કડડભૂસ: સેન્સેક્સ 850 પોઈન્ટ તૂટતાં અબજો રૂપિયા 'સ્વાહા', નિફ્ટી...
- by B.K.NEWS DAINIK
- May 6, 2022, 11:04 am
- 268
દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના, જાણો તમારા માટે કઈ વધારે...
- by B.K.NEWS DAINIK
- May 5, 2022, 1:50 pm
- 375
ઇલોન મસ્કની જાહેરાત:ટ્વિટર વાપરવા માટે જલ્દી જ ચૂકવવાં પડશે પૈસા, જાણો કયા...
- by B.K.NEWS DAINIK
- May 4, 2022, 1:24 pm
- 282
LIC IPO : એક જ કલાકમાં 16.2 કરોડ શેરમાંથી 4 કરોડથી વધુ પર બોલી લાગી, LIC...
- by B.K.NEWS DAINIK
- May 4, 2022, 1:04 pm
- 320
મોંઘવારી : સિંગતેલના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, જાણો 15 કિલો ડબ્બાનો નવો...
- by B.K.NEWS DAINIK
- April 30, 2022, 2:13 pm
- 425
1 એપ્રિલથી લાગૂ થશે ઇન્કમટેક્સને લઇને નવા નિયમો, જાણો શું બદલાઇ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 2:23 pm
- 628
ભારતમાં પ્રતિબંધના અહેવાલથી સર્વોચ્ચ સપાટીએ પહોચેલો BITCOINનો ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2021, 11:27 am
- 493
ગુજરાત માં સોના ના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત...
- by B.K.NEWS DAINIK
- March 15, 2021, 3:35 pm
- 1295
18 રૂપિયાના આ શેરની કિંમત 4 મહિનામાં થઈ ગઈ રૂ. 1300, 10 હજારના રોકાણ પર 7.25 લાખ...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:03 pm
- 821
2021ના જૂન મહિના પછી ઓલાનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થઈ શકે છે, 240 કિમી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 5:01 pm
- 441
રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 1:33 pm
- 1061
વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 786 અંક ઘટી 50,103 પર પહોંચ્યો; મારુતિ...
- by B.K.NEWS DAINIK
- February 22, 2021, 12:39 pm
- 388
વેપારીઓને ઓછા ખર્ચે ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે, નાના શહેરો પર વધુ ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- February 21, 2021, 1:12 pm
- 355
નાણામંત્રીએ લોકસભામાં બે વખત જમાઈ શબ્દ ઉચ્ચાર્યો; કહ્યું- એક પાર્ટીના બે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2021, 1:21 pm
- 343
ગુજરાતમાં ભાવનગરમાં સૌથી વધુ 87 રૂપિયા ભાવ થવા આવ્યો, અમદાવાદ ત્રીજા નંબરે;...
- by B.K.NEWS DAINIK
- February 13, 2021, 12:49 pm
- 375
RBIએ રેપો રેટ 4% યથાવત્ રાખ્યો, હોમ-ઓટો લોન સસ્તી નહીં થાય; 2021-22 માટે GDPમાં 10.5%ના...
- by B.K.NEWS DAINIK
- February 5, 2021, 12:19 pm
- 337
બજેટની બજાર પર પોઝિટિવ અસર, 12 દિવસમાં સેન્સેક્સ બીજી વખત 50 હજારને...
- by B.K.NEWS DAINIK
- February 2, 2021, 11:49 am
- 351
બજેટના દિવસે સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, ઈન્ડેક્સ 2314 પર...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 4:23 pm
- 376
પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડિઝલ પર 4 રૂપિયા એગ્રી સેસનો પ્રસ્તાવ, ઈન્સ્યોરન્સ...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:31 pm
- 454
ભારતીય વીમા કંપનીઓનો વીમો પાકી ગયો, ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં 74% સુધી વિદેશી...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:24 pm
- 416
બજેટથી બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2060 અંક વધ્યો; ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્કના...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:19 pm
- 341
સેન્સેક્સ 950 અંક વધી 47,235ના સ્તરે પહોંચ્યો, બેન્કિંગ શેરમાં તેજી; સ્ક્રેપેજ...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 12:11 pm
- 379



