સ્પોર્ટ્સ
Recent News of સ્પોર્ટ્સ
ગુજરાતને ટેબલ ટેનિસમાં વધુ બે ગોલ્ડ
નેશનલ ગેમ્સ હરમીતે ફાઈનલમાં હરિયાણાના સૌમ્યજીતને ૪-૦થી હરાવ્યો..કૃત્વિકા-માનુષની જોડીએ ફાઇનલમાં તેલંગણાના શ્રીજા-સ્નેહિતને ૩-૦થી હરાવ્યા
ટીમ ઈન્ડિયાએ T20 મેચ જીતી, 9 વર્ષ પછી કાંગારુઓને હરાવ્યાં
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને રવિવારે રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં 6 વિકેટે હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ મેચમાં ઘણા રેકોર્ડ્સ બન્યા હતા. ભારતે આ જીત સાથે જ વર્ષમાં સૌથી વધુ જીત મેળવીને પાકિસ્તાનને પછાડી દીધુ છે
છેલ્લી મેચમાં હાર્યા પછી લેજેન્ડરી ટેનિસ પ્લેયર રોજર ફેડરરે કોર્ટ પર રડતાં-રડતાં કહ્યું- હું દુ:ખી નહિ
ટેનિસના ગ્રેટેસ્ટ પ્લેયરમાંથી એક એવા સ્વિસ સ્ટાર રોજર ફેડરરે શુક્રવારે ટેનિસ કોર્ટને બાય...બાય કહી દીધુ છે. તેણે અગાઉ જ જાહેરાત કરી હતી કે તે લેવર કપમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જોકે તેઓ આ મેચમાં હારી ગયા હતા. મેન્સ ડબલ્સના આ મેચમાં તેઓ પોતાના દોસ્ત રફેલ નડાલ સાથે ટેનિસ કોર્ટમાં ઉતર્યા હતા.
ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા બીજી T-20 ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી
નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં રમાયેલી સિરીઝની બીજી મેચમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 91 રનના ટાર્ગેટને 7.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો
નેપાળમાં રમાયેલ ઓલ ઈન્ટરનેશનલ સિલ્વર મેડલ મેળવ્યો
નેપાળમાં રમાયેલ ઓલ ઈન્ટરનેશનલ સિલ્વર મેડલ મેળવ્યો
ઈંગ્લેન્ડને હરાવીને ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાને ૧-૧થી બરોબરી મેળવી
બાબરના ૧૧૦* અને રિઝવાનના ૮૮* રન. ૨૦૦ના ટાર્ગેટને પાકિસ્તાને ૧૯.૩ ઓવરમાં વિના વિકેટે પાર પાડયો
નવા નિયમોથી રમાશે T20 વર્લ્ડ કપ
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે માંકડિંગ આઉટ નહિ ગણાય, પરંતુ ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખ્યુ છે. ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયાને પહેલી T20માં ૪ વિકેટે પરાજય આપ્યો
મોહાલીમાં રમાયેલી પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતુ.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલો ટી 20 મુકાબલો, પંત કે કાર્તિક બંનેમાંથી કોને મળશે ચાન્સ?
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલો ટી 20 મુકાબલો, પંત કે કાર્તિક બંનેમાંથી કોને મળશે ચાન્સ?
T-20 વર્લ્ડ કપમાં નવા લુકમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા
16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લૉન્ચ કરાઈ છે
મંધાના-હરમનપ્રીતની શાનદાર ઇનિંગના કારણે ટીમ ઈન્ડિયા જીતી, સિરીઝમાં 1-0ની લીડ મેળવી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના ટૂર ઉપર છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને પહેલી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતુ. પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 227/7નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 44.2 ઓવરમાં જ 3 વિકેટના નુક્સાને 232 રન કરી લીધા હતા. આ જીતમાં ઓપનર સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વેંકટેશ અય્યરને મેદાન પર થઈ ઈજા
ચિંતન ગજાના થ્રોથી વેંકટેશને ગળાના ભાગમાં બોલ વાગતા તે મેદાન ઉપર પડી ગયા હતા
T-20 વર્લ્ડ કપ માટે દાસુન શનાકાને મળી ટીમની કમાન
T-20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે. ઘણા દેશોએ T-20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નાખી છે. શ્રીલંકાએ પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નાખી છે.
ટેનિસ પ્લેયર રોજર ફેડરરે નિવૃતિ જાહેર કરી
સ્વિત્ઝરલેન્ડના લેજેન્ડરી ટેનિસ સ્ટાર પ્લેયર રોજર ફેડરરે હવે ટેનિસને અલવિદા કહેવાનું નક્કી કર્યુ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોતાના રિટાયરમેન્ટની જાણ કરી હતી. રોજર ફેડરર લેવર કપ રમીને નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
મહાન ટેનીસ પ્લેયર રોજર ફેડરરે કર્યું સંન્યાસનું એલાન.
ટેનિસ રમવા માટે સ્કૂલ છોડી દીધી, પપ્પાએ કહ્યું હતું-બે વર્ષ આપું છું! નહીં તો...આ રીતે દુનિયાનો મહાન ખેલાડી બન્યો ફેડરર.
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને જય શાહ પોતાના પદ પર યથાવત હવે બંને 6 વર્ષ સુધી પદાધિકારી રહી શકશે
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ ઉપર રહી શક્શે કે નહિ, તેના ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટે કુલિંગ ઑફ પિરિયડને લઈને મંગળવારે રાહત આપી છે. આ રાહત મળવાથી BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વધુ 6 વર્ષ માટે પોતાના પદ ઉપર રહી શક્શે.
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટેર રોબિન ઉથપ્પાએ કરી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત
ટીમ ઈન્ડિયા જ્યારે T20 વર્લ્ડ કપની પ્રથમ એટલે કે, 2007ની સીઝન જીત્યું હતું ત્યારે ઉથપ્પા ટીમના સ્ટાર ઓપનર હતા
પાકિસ્તાન ના પૂર્વ અંપાયર અસદ રઉફનું નિધન
ICCની એલિટ પેનલના સદસ્ય રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ અંપાયર અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થયુ છે. તે 66 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર તેમના ભાઈ તાહિર રઉફે આપ્યા હતા. રઉફનું અવસાન કાર્ડિઆક એરેસ્ટના કારણે થયુ છે.
આરોન ફિંચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ નો કેપ્ટન કોણ?
એરોન ફિન્ચે હાલમાં જ ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના સ્થાનની શોધમાં છે


