ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલો ટી 20 મુકાબલો, પંત કે કાર્તિક બંનેમાંથી કોને મળશે ચાન્સ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-20 11:24:13
  • Views : 357
  • Modified Date : 2022-09-20 11:24:13


ટી20  વર્લ્ડકપ 2022 પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે એક મહત્વપૂર્ણ ટી20 સીરિઝ રમશે. સિરિઝથી ભારતની ટી20 વર્લ્ડકપ માટે પ્લેઇંગ 11 પણ તૈયાર થઈ જશે. સીરિઝ ટીમના એક ખેલાડી માટે પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ખેલાડીનુ હાલમાં એશિયા કપમાં પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આવામાં સીરિઝ ખેલાડી માટે જો ખરાબ છે, તો ટી20 વર્લ્ડ કપમાં રમવું તેના માટે ઘણું મુશ્કેલ બની જશે.

 

ઓસ્ટ્રેલીયા સામે 3 મેચોની ટી20 સીરિઝમાં વિકેટકીપર તરીકે ઋષભ પંત અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે. સીરિઝ ઋષભ પંત માટે ઘણી મહત્વપૂર્ણ છે. તેઓ ટી20 ફોર્મેટમાં પોતાની છાપ છોડી શક્યા નથી, આવામાં સીરિઝમાં તેમણે સારું પ્રદર્શન કરીને ખુદને સાબિત કરવા પડશે. 



રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડ કપમાં તેમની સાથે કેએલ રાહુલ ઓપન કરશે, પણ સંભાવના નકારી શકાય કે વિરાટ કોહલી પણ રોહિત શર્મા સાથે ઓપન કરી શકે છે. પોતાની છેલ્લી  ટી20માં સદી ફટકારનાર વિરાટ કોહલીને જો કેએલ રાહુલનું પ્રદર્શન ઓસ્ટ્રેલીયા સામે સારું રહ્યું, તો ઓપન કરવાનો અવસર મળી શકે છે. પરંતુ અત્યારે હજુ નક્કી નથી થયું કે વિકેટકીપર તરીકે ઋષભ પંતની પસંદગી થશે કે દિનેશ કાર્તિકની. ઋષભ પંતના ઓસ્ટ્રેલીયા સીરિઝ સામેના પ્રદર્શન પર નિર્ભર કરે છે.

Download Our B K News Today App



Related News