મહિલા ડૉ . ધ્વારા નરોડાના કોર્પોરેટરની કરવામાં આવી ફરિયાદ

  • Published By :
  • Published Date : 2022-09-09 15:18:30
  • Views : 481
  • Modified Date : 2022-09-09 15:18:30

   રાજ્યમાં અનેક વાર કોઇ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરની દાદાગીરીના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. શહેરના નરોડાના કોર્પોરેટર સોમા પટેલની દાદાગીરીને લઇને ફરિયાદ કરવામાં આવી છે.

કોર્પોરેટર પર મોઢું પકડી પાણી પીવડાવ્યાનો આરોપ મેડિકલ ઓફિસર ધ્વારા 

   કોર્પોરેટર સોમા પટેલે મહિલા ડૉક્ટર સાથે દાદાગીરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે UHC સેન્ટરના મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ પણ કરવામાં આવી છે. કોર્પોરેટર પર મેડિકલ ઓફિસરને મોઢું પકડી પાણી પીવડાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મહિલા ડૉક્ટર: મોઢું દબાવીને મને પાણી પીવડાવ્યું
   આ મુદ્દે પીડિત મહિલા ડૉક્ટર સાથે વાતચીત પણ કરી હતી. ત્યારે મહિલા ડૉક્ટરે જણાવ્યું હતું કે, 'કોર્પોરેટર દ્વારા મારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. તેમના સબંધી અહીં સારવાર માટે આવ્યા હતા. ત્યારે સ્ટાફે તેમના સંબંધીની સારવાર કરી હતી છતાં અમારી સાથે તેમણે ઝઘડો કર્યો. મારું મોઢું દબાવીને મને પાણી પીવડાવ્યું. ધમકી પણ આપી કે આ વાત અહીં જ દબાઈ દેજે. કોર્પોરેટર સોમાભાઈ પટેલ અને તેમના કાર્યકરો અહીં આવ્યા હતા. આથી કોર્પોરેટર રાજીનામું આપે અને તેમની પર પોલીસ કાર્યવાહી થાય તેવી મારી માંગ છે.' મહત્વનું છે કે, કોર્પોરેટરની દાદાગીરીને લઇ મહિલા ડૉક્ટરે કોર્પોરેટર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. તેમજ UHC સેન્ટર ખાતે હેલ્થ કર્મચારીઓએ કોર્પોરેટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

કોર્પોરેટરે કોઈને પણ ફરિયાદ ન કરવાની આપી ધમકી!

   તમને વિશેષમાં જણાવી દઇએ કે, નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમાભાઈએ નરોડાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે ગેરવર્તણૂંક કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સોમાભાઈએ મહિલા ડૉક્ટરને મોઢું પકડી જબરદસ્તી પાણી પીવડાવ્યું હતું અને આગળ કોઈને ફરિયાદ નહીં કરવાની પણ ધમકી આપી હતી.


Download Our B K News Today App



Related News