હેરની ટ્રાફિક સમસ્યા વકર્યાં બાદ મ્યુનિ. અને પોલીસ મેદાનમાં ઉતર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-23 15:52:14
  • Views : 62
  • Modified Date : 2025-12-23 15:52:14

દબાણો થાય ત્યારે જ હટાવવાને બદલે હપ્તા લેતાં એસ્ટેટ ખાતાથી સત્તાધીશો પણ નારાજ

અમદાવાદ 

શહેરમાં દરરોજ ટ્રાફિકજામ અને વધતાં જતાં અકસ્માતોની ઘટનાને હાઇકોર્ટમાં ગંભીરતાથી લેવાશે અને ઠપકો મળશે તેવા ભયથી મ્યુનિ. એસ્ટેટ ખાતુ તથા પોલીસ વિભાગે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત થઇ દબાણો તથા આડેધડ પાર્કિંગ સામે મેગા ડ્રાઇવ હાથ ધરી હાઇકોર્ટની આંખે પાટા બાંધવાનો પ્રયાસ આદર્યો છે.

શહેરનાં જાહેર માર્ગો તથા ફૂટપાથો ઉપર લારીગલ્લા સહિતનાં દબાણો તેમજ વાહન પાર્કિંગની સમસ્યા વકરી છે. મ્યુનિ. દબાણ ખાતાનાં કર્મચારી અને અધિકારીઓ લારીગલ્લા દીઠ હપ્તા ઉઘરાવવામાંથી નવરા પડતા નથી. તો ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમન કરવાને બદલે લોકોને સાઇડમાં લઇ જઇ દંડ કરવામાં અને કટકી કરવામાં રસ હોવાનુ લાગી રહ્યું છે. પરંતુ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે હાઇકોર્ટમાં પીઆઇએલની સુનાવણી હાથ ધરાય અને હાઇકોર્ટ મ્યુનિ.કમિશનર તથા ટ્રાફિક પોલીસને ઠપકો આપે તે પહેલાં જ મ્યુનિ.એસ્ટેટ ખાતુ તેમજ પોલીસ વિભાગ સક્રિય બની દે ધનાધન કાર્યવાહી કરી રહ્યાં છે.મ્યુનિ. એસ્ટેટ ખાતાનાં દબાણ ખાતાનાં કર્મચારીઓની સાથે અધિકારીઓને પણ રોડ ઉપર ઉતરવુ પડ્યુ છે અને જ્યાં ત્યાંથી લારીગલ્લા ઉપડાવી રહ્યાં છે, ફૂટપાથ ઉપરથી વેપારીઓનાં દબાણો હટાવડાવી રહ્યાં છે.

બીજી બાજુ મ્યુનિ. સત્તાધીશો પણ એસ્ટેટ ખાતાની ઓચિંતી મેગા ડ્રાઇવથી નારાજ છે. સત્તાધીશોનુ માનવુ છે કે, શહેરના માર્ગો તથા ફૂટપાથ ઉપર દબાણ થાય ત્યારે જ ઉપાડી લેવાની જરૂર હોય છે, પરંતુ ત્યારે દબાણ ખાતા દ્વારા હપ્તા નક્કી કરવામાં આવે છે. આ બાબત યોગ્ય નથી અને તેને ગંભીરતાથી લઇ એસ્ટેટ ખાતાનાં અધિકારીઓને ઠપકો આપવાની વિચારણા હાથ ધરાઇ છે.તો હાઇકોર્ટનાં ઠપકાનાં ભયથી મ્યુનિ. એસ્ટેટ ખાતાનાં ઉચ્ચ અધિકારીઓએ મોટી મોટી વાતો કરતાં પાંચ સ્તરીય વ્યુહરચના ઘડી મેગા ડ્રાઇવ હાથ ધરાઇ હોવાનો તેમજ સવાર, સાંજ અને રાત્રે પણ દબાણ હટાવ કાર્યવાહી ચાલુ રખાશે તેવો દાવો કર્યો હતો. 

Download Our B K News Today App



Related News