સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-05 12:57:47
  • Views : 69
  • Modified Date : 2026-02-05 12:57:47

મની લોન્ડરીંગ અને ડ્રગ્સના કેસની ધમકી આપીને મુંબઇ ક્રાઇમબ્રાંચ કે સીબીઆઇમાં કેસ થયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને નાણાં પડાવતી સાયબર ક્રિમીનલ ગેંગ દ્વારા હવે વિદેશમાં રહેતા ભારતીયોને પણ ટારગેટ કરવાનું શરૂ કરાયું છે. મુળ અમદાવાદના અને ઓસ્ટ્રેલિયાના સીડનીમાં રહેતા વ્યક્તિ વિરૂદ્ધ ભારતમાં ક્રિપ્ટો કરન્સીનો કેસ થયો હોવાનું કહીને તેને તપાસના નામે ડીજીટલ એરેસ્ટ કરીને ઓસ્ટ્રેલિયાના અને ભારતના બેંક એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા પડાવી લીધાની ઘટના સામે આવી છે. 

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ક્રિપ્ટો-મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને ધમકાવીને ઓસ્ટ્રેલિયા અને ભારતના બેંક એકાઉન્ટમાંથી નાણાં લઇ લીધા હતા. શહેરના નારણપુરામાં આવેલા સંકલ્પ ફ્‌લેટમાં રહેતા મદનભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, તેમના બને પુત્રો પૈકી  ૪૭ વર્ષીય નિકુલ  ઓસ્ટ્રલિયાના એડીલેડમાં અને 44 વર્ષીય પુત્ર પવન પટેલ છેલ્લાં 18 વર્ષથી સીડનીમાં રહે છે. થોડા મહિના પહેલા પવનભાઇને  વોટ્‌સએપ પર કોલ આવ્યો હતો. ફોન કરનારે તેનું નામ શ્રૃતિ અગ્રવાલ નામની યુવતીએ કેનબરા હાઇ કમિશનથી વાત કરતી હોવાનું કહીને મુંબઇ પોલીસ દ્વારા એરેસ્ટ વોરંટ ઇસ્યુ  કરાયાનું જણાવ્યું હતું. 

થોડીવાર બાદ અન્ય મોબાઇલ નંબરથી વોટ્‌સએપ વિડીયો કોલ  કરીને મુંબઇ ક્રાઇમબ્રાંચથી વાત કરતા હોવાનું કહીને એક વ્યક્તિએ ક્રિપ્ટો અને મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું જણાવીને તપાસ માટે  ડીજીટલ એરેસ્ટ કરવા પડશે તેમ જણાવીને નવો મોબાઇલ અને સીમ કાર્ડ ખરીદી કરાયા હતા.  

ઉપરાંત ઓસ્ટ્રેલિયાની એએનઝેડ બેંક અને કોમનવેલ્થ બેંકના એકાઉન્ટ તેમજ અમદાવાદમાં આવેલી એક્સીસ બેંકના એકાઉન્ટની વિગતો મેળવીને ઓસ્ટ્રેલિયાથી 2500 ડોલર (આશરે 15 લાખ રૂપિયા) અને અમદાવાદના બેંક એકાઉન્ટમાંથી 34 લાખ આરબીઆઇમાં વેરીફિકેશન માટે ઓનલાઇન મેળવીને પરત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નાણાં પરત નહી કરીને છેતરપિંડી આચરવામાં આવતા આ અંગે ઓસ્ટ્રેલિયા તેમજ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


 


Download Our B K News Today App



Related News