અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-05 12:50:37
  • Views : 60
  • Modified Date : 2026-02-05 12:50:37

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. તમામના મેડિકલ ટેસ્ટ રાતે કરવામાં આવ્યા છે.  મહત્ત્વનું છે કે, પોલીસ રેડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એક 25મી એનિવર્સરીની પાર્ટી હતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળતા પોલીસની ટીમે રેડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો

ઘટનાઅંગેમળતીમાહિતીમુજબ, સાણંદનાગોરસસિમનજીકએકપ્રાઈવેટવિકેન્ડહોમમાંAVની25મીએનીવર્સરીનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. જેમાંમોટીસંખ્યામાંલોકોનેઆમંત્રિતકરાયાહતાં. અહીંફૂડકાઉન્ટરગોઠવવામાંઆવ્યાહતા. ઉપરાંત11 જેટલાટેબલપરપરકેક, હુક્કોઅનેદારૂપીરસવામાંઆવ્યોહતો. 

પોલિસે રેડ કરતા મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવી હતી. જ્યારે પુરુષો હજુ પણ પોલીસની કસ્ટડીમાં છે.  

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોરજ ગામની સીમમાં 'સફલ નિર્વાણા ગ્રીન્સ' ખાતે યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારના રહેવાસી 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી લગ્નતિથિની ઉજવણી કરવા માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. માટે તેમણે તેમના મિત્ર રવી ગોરખપુરીયાના સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતેના પ્લોટ નં. 200નો ઉપયોગ કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ મિત્રોને આમંત્રિત કરી પરપ્રાંતિય વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. પોલીસે સ્થળેથી કુલ 81 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છેપોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓની વિગત નીચે મુજબ છે:


 


Download Our B K News Today App



Related News