વિવેકાનંદ કોલેજને ડી-સીલ કરતાં પૂર્વે ફાયર સેફ્ટી ચકાસણીનો આદેશ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2025-12-23 16:43:23
- Views : 63
- Modified Date : 2025-12-23 16:43:23
ફાયર NOCના અભાવે અમદાવાદ મ્યુ. કોર્પો.એ શૈક્ષણિક સંસ્થાને સીલ કરતાં મામલો હાઇકોર્ટમાં
અમદાવાદ
ફાયર NOCના મામલે રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ
કોલેજને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવતાં સમગ્ર મામલો
હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે આ શૈક્ષણિક સંસ્થાને
ડી-સીલ કરતા પહેલા ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવે. હાઇકોર્ટે છઠ્ઠી જાન્યુઆરીના
રોજ આ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કોર્પોરેશનને આપ્યો છે.
હાઇકોર્ટે આદેશ કરતાં એમ પણ નોંધ્યું
હતું કે 22મી ડિસેમ્બરના રોજ કોલેજના વહીવટી સ્ટાફના 12 થી વધુ વ્યક્તિઓને
સીલ ખોલીને ઇમારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ કોર્પોરેશન
માટે 12.12.2025 ના આદેશ મુજબ પગલાં લેવાની છૂટ રહેશે. વિદ્યાર્થીઓની યુનિવર્સિટી
પરીક્ષાના સંદર્ભમાં ઉક્ત નિર્દેશ હાઇકોર્ટે આપ્યા છે.
વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા
હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી હતી. 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અરજદાર
કોલેજના સંકુલને સીલ કરવાના આદેશ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કર્યો હતો, જેને હાઇકોર્ટમાં
પડકારવામાં આવ્યો હતો. કોર્પોરેશને આ કાર્યવાહી એ કારણોસર કરી હતી કે કોલેજ પાસે
બિલ્ડિંગ યુઝ પરમિશન નથી અને ફાયર સેફ્ટીનો ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’(NOC) નહોતી.
અરજદારે અગાઉ હાઇકોર્ટમાં એક અરજી દાખલ
કરી હતી જેમાં અધિકારીઓને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ
કરવામાં આવી હતી. હાલની અરજીમાં નોટિસ જારી કરતા હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું
કે, કોર્ટનો અભિપ્રાય છે કે 12મી ડિસેમ્બરના આદેશને પડકારતા સીલ ખોલવા
અંગેની અરજી કરવામાં આવી છે. અરજદાર પાસે 27.05.2024ના રોજનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે.
પ્રથમ દૃષ્ટિએ, ૨૦૨૪ના અગાઉની સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન વાંચીને એવું જણાય છે કે
અરજદાર ફાયર સેફ્ટી ઓથોરિટીને ૨૭.૦૫.૨૦૨૪ ના રોજનું સર્ટિફિકેટ અપલોડ કરવાનો
નિર્દેશ આપવા વિનંતી કરી હતી. આ તબક્કે પ્રતિવાદીઓએ ૨૭.૦૫.૨૦૨૪ના રોજના ફાયર
સેફ્ટી સર્ટિફિકેટની પ્રામાણિકતા પર શંકા કરી નથી. જો કે કોર્પોરેશન વતી કરવામાં
આવેલી રજૂઆતો દર્શાવે છે કે ઉપરોક્ત પ્રમાણપત્ર પરત ખેંચી લેવામાં આવ્યું હતું
અથવા તો રદ કરવામાં આવ્યું હતું. તે સંદર્ભમાં ફાયર સેફ્ટીની આવશ્યકતાઓનું પાલન
કરવાની બાંયધરી અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.’ આ કેસમાં પરિસ્થિતિની
નોંધ લેતા અને ભારે ભીડભાડવાળા વિસ્તારમાં કોઈપણ ઇમારતને કોઈપણ અગ્નિ સલામતી
ઉપકરણો વિના વાપરવાની મંજૂરી નથી તેને ધ્યાનમાં લેતાં આદેશ કરવામાં આવ્યો હતો કે,‘27.05.2024 ના રોજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ (FSCR)ને ધ્યાનમાં લેતા
અરજદારને 22મી ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં ગ્રાઉન્ડ, પહેલા અને બીજા માળ
માટે વિવાદિત ઇમારતમાં ફાયર સેફ્ટીની આવશ્યકતાઓનું નિરીક્ષણ કરવા માટે નવી અરજી
કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. એકવાર આવી અરજી કરવામાં આવે ત્યારે તેને અને
વિદ્યાર્થીઓની આગામી પરીક્ષાને ધ્યાનમાં લેતાં ચીફ ફાયર ઓફિસર અમદાવાદે અરજી
મળ્યાની તારીખથી એક અઠવાડિયામાં ઇમારતનું નિરીક્ષણ કરવાનું રહેશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 35
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 170
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 81
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 79
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 70
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 67
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 108
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 59
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 117
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 109
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



