રખિયાલ, રામોલ, ઈસનપુર, વટવામાં સ્મોકિંગ કોન અને ગોગો રોલિંગ પેપરના 12 ગુના નોંધાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-19 17:01:43
  • Views : 50
  • Modified Date : 2025-12-19 17:01:43

ગોગો અને રોલ પર પોલીસની ડ્રાઈવઃ લાખો રૂપિયાના પ્રતિબંધિત પેપર કબજે

અમદાવાદ

 યુવાનો નશો કરવા માટે ગાંજા સહિતના નશાકારક પદાર્થોને તમાકુ સાથે મિક્સ કરીને ‘ગોગો’ના નામથી જાણીતા રોલિંગ પેપરમાં વિટીંને સ્મોકિંગ કરવાનું ચલણ વધ્યું છે. જેના પગલે ગૃહ વિભાગે સ્મોકિંગ કોન, રોલિંગ પેપરના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. જેના પગલે શહેર પોલીસે ગોગો પેપરની ડ્રાઈવ અંતર્ગત પૂર્વ વિસ્તારના રખિયાલ, રામોલ, ઈસનપુર, વટવા સહિતના વિસ્તારોના પાન પાર્લર પર દરોડો પાડીને જાહેરનામા ભંગના 12 ગુના નોંધી 12 આરોપી પાસેથી લાખો રૂપિયાના ગોગો પેપર કબજે કર્યા છે.

ફરિયાદ- 1 વટવા પોલીસે સદભાવના ચાર માળિયા પાસે શિવમ પાન પાર્લરમાં તપાસ કરતા મુકેશ સરગડા નામના વ્યક્તિ પાસેથી પાર્લરમાં ગોગો સ્મોકિંગ કોનના 48 નંગ કબજે કર્યા હતા. પોલીસે મુકેશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

ફરિયાદ-2 વટવા સદભાવના પોલીસ ચોકી પાસે પોલીસે તપાસ કરીને પાન-મસાલાનું છુટક વેચાણ કરતા યુવકને રોકીને પોલીસે તપાસ કરતા તેની પાસેથી પ્રતિબંધિત ગોગો પેપરના 20 નંગ મળી આવ્યા હતા. પોલીસે યુવકનું નામ પૂછતા અજયકુમાર સરોજ જણાવ્યું હતું. આ અંગે વટવા પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો હતો. 

ફરિયાદ-3 વટવા બીબી તળાવ પાસે પોલીસે બાતમીને આધારે અમુલ સ્ટોર્સ પાર્લર નામની દુકાનમાંથી પોલીસે ગોગા પેપરના 330 નંગ સાથે ઈકબાલ વ્હોરા નામના યુવકને ઝડપી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-4 રામોલ પોલીસે સુરતી સોસાયટી બેકરીવાળી ગલીમાં બંબઈવાળા પાર્લરમાંથી ગોગો પેપરના 60 નંગ સાથે શહેજાદ શેખને પકડી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-5રખિયાલમાં પોલીસે બાતમીને આધારે ભીખાભાઈની ચાલીના ગેટ પાસે આવેલા લક્કી ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડીને ગોગો પેપરના 30 બોક્સ સાથે કૌશરઆલમ શેખને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  

ફરિયાદ-6ઓઢવમાં પોલીસે કડિયાનાકા મહાદેવ પાન પાર્લરમાંથી રાકેશ પટેલને ગોગો પેપરના 54 નંગ સાથે પકડી તેની સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-7 નારોલમાં પોલીસે બી.કે.સ્કૂલ નજીકના ઝાકીર કિરાણા સ્ટોર્સ પરથી ગોગો પેપરના 30 નંગ સાથે મોહંમદ ઝાકીર અન્સારીને ઝડપી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-8 ઈસનપુરમાં પાનવાળી ચાલીના નાકે મુમતાઝ કરિયાણાની દુકાનમાંથી પોલીસે ગોગો પેપરના 36 નંગ સાથે મુમતાઝ બુખારીને ઝડપીને ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-9ગોમતીપુરમાં કાળીદાસ ચાર રસ્તા પાસે આવેલા આઝાદ પાન પાર્લરમાંથી પોલીસે સ્મોકિંગ કોનના 33 નંગ સાથે ફૈઝાન ફારૂકીને ઝડપીને તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-10 ગોમતીપુરમાં વીર અબ્દુલહમીદ એપાર્ટમેન્ટના ગેટ પાસે આર.કે. પાન પાર્લરમાંથી પોલીસે મોહંમદ અવેઝ મણિયારને સ્મોકિંગ કોનના 12 નંગ સાથે પકડીને ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

ફરિયાદ-11ગોમતીપુરમાં આવેલા કાળીદાસ ચાર રસ્તા પાસે ઝમઝમ પાન પાર્લરમાંથી પોલીસે અબ્દુલ શકીર પઠાણને ગોગો પેપરના 55 નંગ સાથે પકડીને ગુનો નોંધી કાર્યવાહી 

કરી છે. 

ફરિયાદ-12 અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે જય બજરંગ દાળવડા સેન્ટર નામની દુકાનમાંથી પોલીસે ગોગો પેપરના 107 નંગ સાથે રાજેશ પ્રજાપતિને ઝડપીને ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Download Our B K News Today App



Related News