કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

  • Published By :
  • Published Date : 2022-09-26 13:48:00
  • Views : 236
  • Modified Date : 2022-09-26 13:48:00

ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા પછી રોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. ભાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ વિરોચનનગર જવા રવાના થયા હતા. વિરોચનનગર ખાતે બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. 27 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે તેઓ GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. જે બાદ મહાકાળી માતાના દર્શન કરવા અંબોડ જવા રવાના થશે. અહીં પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે માતાના ચરણોમાં શિશ ઝૂંકાવી દર્શન કર્યા બાદ તેઓ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નવનિર્માણ પામનાર સમૌ શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું ભૂમિ પૂજન કરશે. અહીંથી તેઓ માણસા બહુચર માતાજીના મંદિરે જવા રવાના થશે. બીજા નોરતે માણસા ખાતે સાંજે 7.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે. અમિત શાહના 27 ઓગસ્ટના કાર્યક્રમ વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બર સવારે KRIC કોલેજ દ્વારા નિર્માણધીન થનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રૂપાલ વરદાયિની માતાજીના દર્શને જશે, તેઓના હસ્તે વરદાયિની માતાજી મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકાશે.

Download Our B K News Today App



Related News